1. Home
  2. revoinews
  3. પીએમ મોદીના આગમન પહેલા કેન્દ્રીય પર્યટન મંત્રી લેશે અયોધ્યાની મુલાકાત- રામ મંદિર ભુમિ પૂજનની તૈયારીઓનું કરશે નિરિક્ષણ
પીએમ મોદીના આગમન પહેલા કેન્દ્રીય પર્યટન મંત્રી લેશે અયોધ્યાની મુલાકાત- રામ મંદિર ભુમિ પૂજનની તૈયારીઓનું કરશે નિરિક્ષણ

પીએમ મોદીના આગમન પહેલા કેન્દ્રીય પર્યટન મંત્રી લેશે અયોધ્યાની મુલાકાત- રામ મંદિર ભુમિ પૂજનની તૈયારીઓનું કરશે નિરિક્ષણ

0
Social Share
  • ગુરુવારની સાંજે કેન્દ્રીય મંત્રી લખનૌ પહોંચશે
  • ગુરુવારના રોજ લખનૌ ખાતે મંત્રી યોગી આદીત્યનાથ સાથે કરશે ચર્ચાઓ
  • શુક્રવારના રોજ કેન્દ્રિય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ રામનગરી અયોધ્યાની લેશે મુલાકાત
  • અયોધ્યામાં રામમંદિરન ભુમિ પૂજનની તૈયારીઓનું કરશે નિરિક્ષણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનારી 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરના ભુમિ પૂજનના ઉત્સવ માટે આવનાર છે,ત્યારે પીએમ મોદીનું અયોધ્યામાં આગમન થાય તે પહેલા જ પર્યટન મંત્રી અયોધ્યા નગરીની મુલાકાત કરનાર છે.કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ સિંહ પટેલ ગુરુવારના રોજ પહેલા લખનૌ ઉતરશે,અહી સાંજના 6 વાગ્યે આસપાસ તેઓ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સાથે મુલાકાત કરશે,આ સમય દરમિયાન પીએમ મોદીના આગમનની તૈયારીઓ અને અયોધ્યામાં પ્રવાસીઓને પ્રોત્સાહન આપવાની બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,રામ મંદિર સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે,જેના નિર્માણની દેશભરના લોકો આતુરતાથી રાહલજોઈને બેઠા હતા તે સમય હવે આવી ચૂક્યો છે,ત્યારે આ પર્વને યાદગાર અને શાનદાર બનાવવા માટેની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે,આ માટે પર્યટન મંત્રી શુક્રવારના રોજ અયોધ્યા આવશે અને તૈયારીઓનું નિરિક્ષણ કરશે,તે સાથે જ સાજના 5 વાગ્યે આસપાસ તેઓ પર્યટન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે ત્યાર બાદ તેઓ દિલ્હી માટે રવાના થશે.

5 ઓગસ્ટના રોજ રામ મંદિર નિર્માણ માટે ભુમિ પૂજન કાર્યક્રમ યોજાનાર છે,દેશના વડાપ્રધાન મોદીના હસ્તે 22 કિલો ચાંદીની ઈંટથી મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે,આ દિવસની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યો છે,આ સમગ્ર કાર્યક્રમ આમ તો 3 ઓગસ્ટના રોજથી જ આયોધ્યા ખાતે શરુ કરી દેવામાં આવશે. આ સાથે જ દેશભરમાં દિપ પ્રાગટ્ય તેમજ દેશભરના મંદિરોમાં પણ દિપોત્સવ તેમજ ભગવાનના નારાના નાદ સાથે ઉજવણી કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાથે અન્ય 20 લોકોની ઉપસ્થિતિ જોવા મળશે,કોરોના મહામારીને કારણે વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ નથી,માત્ર ખુબ જ ઓછા લોકોને શિલાન્યાસના કાર્યક્રમ માટે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.ત્યારે હાલ આ ઉત્સવને લઈને સમગ્ર અયોધ્યા દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું ઘેર ઘરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.કોરોના કાળમાં પણ આ ઉત્સવ લોકો ઘરે રહીને પણ ઉત્સાહભેર ઉજવી શકશે.

સાહીન

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code