1. Home
  2. revoinews
  3. ગીર સોમનાથ: તાલાલા અને ગ્રામ્ય પંથકમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ
ગીર સોમનાથ: તાલાલા અને ગ્રામ્ય પંથકમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

ગીર સોમનાથ: તાલાલા અને ગ્રામ્ય પંથકમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

0
  • સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ અને બીજી તરફ ભૂકંપ
  • ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ
  • ગુરુવારે 3.44 કલાકે ગીર સોમનાથ નજીકની ધરા ધ્રૂજી

સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ ફરી વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. વરસાદની વચ્ચે ગુરુવારે 3.44 મિનિટે ગીર સોમનાથની ધરા ધ્રૂજી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં ગીર સોમનાથના તાલાલા, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોરે 3.44 વાગ્યે ભૂકંપના આચંકો અનુભવાયો હતો.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઇ હતી. જ્યારે તાલાલાથી 9 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું. જો કે, આ ભૂકંપમાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

બીજી તરફ જો સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ગઢડા સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. અમરેલીના બાબરા, દરેડ, ગડકોટડી, ચમારડી, ધરાઇ, ખાખરીયા જ્યારે ધારી પંથકમાં ધારી શહેર સહિત દુધાળા, ખિસરી, જીરા, સરસિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

 (સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.