કરીના અને કરિશ્માના પિતા રણધીર કપૂર કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં કરાયા દાખલ  

  • રણધીર કપૂરને થયો કોરોના
  • હોસ્પિટલમાં કરાયા દાખલ
  • હાલ તેમની તબિયત સ્થિર

 મુંબઈ : આ દિવસોમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો.ત્યાં હવે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂર કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે. એક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે, તેમની તબિયત હવે સ્થિર છે.

ગયા વર્ષ દરમિયાન,રણધીર કપૂરના નાના ભાઈ ઋષિ કપૂરનું નિધન થયું હતું.  કેન્સરથી પીડાતા હોવાને કારણે તેમનું નિધન થયું હતું.તો,રણધીરે આ વર્ષે તેનો બીજો ભાઈ રાજીવ કપૂર પણ ગુમાવ્યો છે. મોટી બહેન ઋતુ નંદાનું પણ વર્ષ 2020 માં નિધન થયું હતું. પરિવારમાં રણધીર અને તેની નાની બહેન રીમા જૈન  છે,જે કપૂર પરિવારની ત્રીજી પેઢી છે.

ઉલ્લેખનીય છે કે, રણધીર કપૂરે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1971 માં ફિલ્મ ‘કલ આજ ઓર કલ’ થી કરી હતી. આમાં તેણે પિતા અને દાદા પૃથ્વી રાજ કપૂર સાથે કામ કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular