1. Home
  2. revoinews
  3. કલમ-370 નિષ્પ્રભાવી કરવા પર મોદી સરકારની RSSએ થાબડી પીઠ, ભાગવત બોલ્યા- ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર
કલમ-370 નિષ્પ્રભાવી કરવા પર મોદી સરકારની RSSએ થાબડી પીઠ, ભાગવત બોલ્યા- ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર

કલમ-370 નિષ્પ્રભાવી કરવા પર મોદી સરકારની RSSએ થાબડી પીઠ, ભાગવત બોલ્યા- ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર

0
Social Share
  • કલમ-370 હટાવવી દેશહિત-જનભાવનાનું સમ્માન
  • મોદી સરકારને ગણાવી સાહસિક નિર્ણય કરનારી સરકાર
  • લિંચિંગ સાથે સંઘના સ્વયંસેવકોનો સંબંધ નથી
  • દેશહિત અને જનભાવનાનું સમ્માન

મોહન ભાગવતે કહ્યુ છે કે જનઅપેક્ષાઓને પ્રત્યક્ષપણે સાકાર કરી, જનભાવાનાઓનું સમ્માન કરતા, દેશહિતમાં તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાનું સાહસ ફરીથી ચૂંટાયેલા શાસનમાં છે. કલમ-370ના નિષ્પ્રભાવી બનાવવાના સરકારના કામથી એ વાત સિદ્ધ થઈ છે.

મોદી સરકાર સાહસિક નિર્ણય કરનારી સરકાર

સંઘ પ્રમુખ મોહન ભાગવતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ- 370 હટાવવા બદલ મોદી સરકારને એક સાહસિક નિર્ણય કરનારી સરકાર ગણાવી છે.

સેનાની તૈયારી

મોહન ભાગવતે કહ્યુ છે કે સૌભાગ્યથી આપણા દેશની સુરક્ષા સામર્થ્યની સ્થિતિ, આપણી સેનાની તૈયારી, આપણા શાસનની સુરક્ષા નીતિ અને આપણી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કુશળતાની સ્થિતિ એવા પ્રકારની બની છે કે આ મામલામાં આપણે લોકો સજાગ અને આશ્વસ્ત છીએ.

દેશની અંદર ઉગ્રવાદી હિંસામાં ઘટાડો

ભાગવતે કહ્યુ છે કે આપણી જમીન સીમા અને જળ સીમાઓ પર સુરક્ષા સતર્કતા પહેલા કરતા સારી છે. માત્ર ભૂમિ સીમા પર રક્ષક અને ચોકીઓની સંખ્યા અને જળ સીમા પર નિરીક્ષણ વધારવું પડશે. દેશની અંદર પણ ઉગ્રવાદી હિંસામાં ઘટાડો થયો છે. ઉગ્રવાદીઓના આત્મસમર્પણની સંખ્યા પણ વધી છે.

દુનિયામાં દબદબો વધ્યો

ભાગવતે કહ્યુ છે કે કેટલાક વર્ષોમાં એક પરિવર્તન ભાતરની માનસિકતાની દિશામાં આવ્યું છે. તેને નહીં ચાહનારા વ્યક્તિ દુનિયામાં પણ છે અને ભારતમાં પણ. ભારતને આગળ વધતું જોવું જેમના સ્વાર્થો માટે ભય પેદા કરે છે. આવી શક્તિઓ પણ ભારતને દ્રઢતા અને શક્તિથી સંપન્ન થવા દેવા માગતી નથી.

સામાજિક સમરસતા પર મૂક્યો ભાર

મોહન ભાગવતે કહ્યુ છે કે સમાજના વિભિન્ન વર્ગોના પરસ્પર સદભાવ, સંવાદ અને સહયોગ વધારવાની કોશિશમાં પ્રયાસરત થવું જોઈએ. સમાજના તમામ વર્ગોના સદભાવ, સમરસતા, સહયોગ અને કાયદો-બંધારણની મર્યાદામાં જ પોતાના અભિપ્રાયોની અભિવ્યક્તિ આજની સ્થિતિની નિતાંત આવશ્યક વાત છે.

લિંચિંગ સાથે સંઘના સ્વયંસેવકોનો સંબંધ નથી

મોબ લિંચિંગની ઘટનાઓ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે દેશમાં આવી કેટલીક ઘટનાઓ જોવા મળે છે અને દરેક બાજુએ જોવા મળે છે. ઘણીવાર તો એવુંપણ થાય છે કે ઘટનાઓ થતી નથી, પરંતુ તેને બનાવવાની કોશિશ કરવામાં આવે છે. સંઘનું નામ લિંચિંગની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યું છે, જ્યારે સંઘના સ્વયંસેવકોનો આવી ઘટનાઓ સાથે કોઈ સંબંધ હોતો નથી. લિંચિંગ જેવા શબ્દ ભારતના છે જ નહીં, કારણ કે ભારતમાં આવું કંઈ થતું ન હતું.

ઉદારતા આપણી પરંપરા

ભાગવતે કહ્યુ છે કે કાયદો અને વ્યવસ્થાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને હિંસાની પ્રવૃત્તિ સમાજમાં પરસ્પર સંબંધોને નષ્ટ કરી પોતાનો પ્રભાવ દર્શાવે છે. આ પ્રવૃત્તિ આપણા દેશની પરંપરા નથી, ન તો આપણા બંધારણમાં તે બંધબેસતી છે. કેટલો પણ મતભેદ હોય કાયદો અને બંધારણની મર્યાદાની અંદર જ ન્યાય વ્યવસ્થાને ચાલવું પડશે. આપણા દેશની પરંપરા ઉદારતાની છે, સાથે મળીને રહેવાની છે.

ઈમરાનખાનને સલાહ

પાકિસ્તાની પીએમ ઈમરાનખાન પર નિશાન સાધતા મોહન ભાગવતે કહ્યુ છે કે કેટલાક લોકો સંઘ સંદર્ભે ખોટી જાણકારીનો કુપ્રચાર કરે છે. ઈમરાન ખાન પણ આ વાત શીખી ગયા છે.

અદાલતનું સમ્માન

કેટલીક બાબતોનો નિર્ણય અદાલતમાંથી જ કરવો પડે છે. નિર્ણય કંઈપણ હોય પરસ્પર સદભાવને કોઈપણ વાતની ઠેસ પહોંચે તેવી વાણી અને કૃતિ તમામ જવાબદાર નાગરીકોની હોવી જોઈએ. આ જવાબદારી કોઈ એક સમૂહની નથી. આ તમામની જવાબદારી છે. તમામે આનું પાલન કરવું જોઈએ.

ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે સંઘની આપણા રાષ્ટ્રની ઓળખ માટે, આપણા સૌની સામુહિક ઓળખ સંદર્ભે, આપણા દેશના સ્વભાવની ઓળખ સંદર્ભે સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને ઘોષણા છે. તે સુવિચારીત અને અડગ છે કે ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર છે.

હિંદુ સમાજ-હિંદુત્વને બદનામ કરવાની કોશિશો ચાલતી રહી છે

ભાગવતે કહ્યુ છે કે હિંદુ સમાજ, હિંદુત્વ બાબતે અનેક પ્રમાણહીન, વિકૃત આરોપ લગાવીને તેને પણ બદનામ કરવાની કોશિશ ચાલતી રહી છે. આ તમામ કુચક્રોની પાછળ આપણા સમાજનું નિરંતર વિઘટન થઈ રહ્યું છે, તેનો ઉપયોગ પોતાના સ્વાર્થલાભ માટે હોય, આ માનસિકતા કામ કરી રહી છે, આપણે તેને રોકવી પડશે.

હિંદુઓને સંગઠિત કરવાનો અર્થ મુસ્લિમ-ખ્રિસ્તી વિરોધ નથી

સરસંઘચાલકે કહ્યુ છે કે સંઘ હિંદુઓને સંગઠિત કરી રહ્યો છે, તો તેનો અર્થ મુસ્લિમ વિરોધ નથી. આક્રમણખોરો આવ્યા તો કેટલીક અસર રહી જાય છે, આ ધીરેધીરે આવશે. સંઘ ચાહે છે કે આપણું હિંદુ રાષ્ટ્ર હતું અને છે, હિંદુત્વ એક પરંપરા છે. વિવિધતામાં એકતાને પરોવવાવાળી ભાવના છે, કે તે સૌ હિંદુ છે. કોઈ તેને ભારતીય કહે છે, તો ઠીક છે. અમને કોઈ મુશ્કેલી નથી. આપણે દુનિયામાં જઈને જણાવવાનું છે, તે હિંદુ શબ્દનો ઉપયોગ કરીએ છીએ.. કારણ કે આ શબ્દ યોગ્ય રીતે આપણી વાતને જણાવે છે.

ભાગવતે કહ્યુ છે કે સંઘ હિંદુ સમાજનું સંગઠન કરે છે, તેનો અર્થ તે પોતાને હિંદુ નહીં ગણાવતા સમાજના વર્ગો ખાસ કરીને મુસ્લિમ અને ખ્રિસ્તીઓ સાથે શત્રુતા ધરાવે છે, તેવું માનવું બિલકુલ અસત્ય છે.

ભાગવતે કહ્યુ છેકે આરએસએસ ગત 9 દશકાઓથી સમાજમાં એકાત્મતા, સદભાવના, સદાચરણ અને સદવ્યવહાર તથા આ રાષ્ટ્ર પ્રત્યે સ્પષ્ટ દ્રષ્ટિ અને ભક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરી રહ્યો છે.

તેમણે કહ્યુ છે કે મારી જ વાત સાચી છે, તેના સ્થાને સૌની વાત સાચી છે. મારી પણ વાત સાચી છે, તેવું માનનારા લોકો આ દેશમાં રહે છે.

મોહન ભાગવતે કહ્યુ છે કે સંઘની સ્થાપના, સંઘનો ઉદેશ્ય, સંઘના કામકાજને જાણ્યા વગર સંઘ સંદર્ભે દુષ્પ્રચાર કરાઈ રહ્યો છે.

શિવ નાદર કાર્યક્રમના મુખ્ય અતિથિ

આરએસએસના સ્થાપના દિવસે નાગપુર ખાતેના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એચસીએલના ચેરમેન શિવ નાદર સામેલ થયા છે. શિવ નાદરે પોતાના સંબોધનમાં સૌને દશેરાની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ છે કે દશરા બુરાઈ પર અચ્છાઈ અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. શિવ નાદરે કહ્યુ છે કે દેશ ઘણાં પડકારોનો સામનો કરી રહ્યો છે. પરંતુ એકલી સરકાર તમામ સમસ્યાઓનું સમાધાન કરી શકે નહીં. ખાનગી ક્ષેત્ર, નાગરીકો, એનજીઓને પણ તમામ પડકારોનો સામનો કરવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code