1. Home
  2. revoinews
  3. આદ્યશક્તિ પીઠ અંબાજી ધામની ગૌરવ સિદ્વિ: ISO 9001 સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ બન્યું
આદ્યશક્તિ પીઠ અંબાજી ધામની ગૌરવ સિદ્વિ: ISO 9001 સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ બન્યું

આદ્યશક્તિ પીઠ અંબાજી ધામની ગૌરવ સિદ્વિ: ISO 9001 સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ બન્યું

0
Social Share
  • દેશ અને દુનિયાના કરોડો દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર છે આસ્થાનું કેન્દ્ર
  • અંબાજી ધામ ISO 9001: 2015 સર્ટિફિકેટ ધરાવતું પ્રથમ યાત્રાધામ બન્યું
  • CM વિજય રૂપાણીએ દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષને સર્ટિફિકેટ એનાયત કર્યું

દેશ અને દુનિયાના કરોડો દર્શનાર્થીઓ માટે શ્રદ્વા અને આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશક્તિ પીઠ અંબાજી ધામ માટે ગૌરવના સમાચાર છે. ઉત્તર ગુજરાતનું આદ્યશક્તિ પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001: 2015 સર્ટિફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ISO 9001:2015 સર્ટિફિકેટ યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને શ્રીમતી વિભાવરી બહેન દવેની ઉપસ્થિતિમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેને ગાંધીનગરમાં અર્પણ કર્યું હતું. તે ઉપરાંત તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ મંદિરની પ્રમાણપત્ર માટે પસંદી કરવામાં આવી તેમાં નીચેની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી.

  • સમગ્ર મંદિર પરિસરનું સુઆયોજીત સંચાલન
  • ગબ્બર પરની સુવિધાઓ તેમજ પ્રસાદનું સંચાલન
  • અન્ય ખાદ્ય સામગ્રીનો સંગ્રહ અને તેનું સંચાલન
  • યાત્રીના નિવાસ માટેની સગવડતાનું સરળ સંચાલન
  • ટ્રસ્ત દ્વારા કરાતી સેવાકીય પ્રવૃત્તિઓ

આપને જણાવી દઇએ કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાર્ન્ડડાઇઝેશન ISO એ યુ.કે બેઈઝ્ડ સંગઠન છે અને જે-તે સંસ્થા-સંગઠનોને તેની ગુણવત્તાયુક્ત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો તથા સુરક્ષા-સલામતિની સર્વગ્રાહી બાબતોના મૂલ્યાંકનના આધારે ISO સર્ટિફિકેશન માટેની પસંદગી આ સંસ્થા કરે છે.

નોંધનીય છે કે, ગુજરાતના અંબાજી મંદિરના ટ્રસ્ટે આ સર્ટિફિકેટ માટે યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને રાજ્ય મંત્રી વિભાવરી બહેન દવેને રજૂઆત કરી હતી જેના ફળ સ્વરૂપે ISOના માનદંડોના આધારે અંબાજી મંદિરનું મૂલ્યાંકન કરાયું હતું અને તેમાં તે સફળ રહેતા તેને આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

(સંકેત)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code