1. Home
  2. revoinews
  3. ટૂંક સમયમાં ભારતમાં મળશે કોરોનાની સૌથી સસ્તી દવા ફૈવીટૉન, કિંમત છે માત્ર 59 રૂપિયા
ટૂંક સમયમાં ભારતમાં મળશે કોરોનાની સૌથી સસ્તી દવા ફૈવીટૉન, કિંમત છે માત્ર 59 રૂપિયા

ટૂંક સમયમાં ભારતમાં મળશે કોરોનાની સૌથી સસ્તી દવા ફૈવીટૉન, કિંમત છે માત્ર 59 રૂપિયા

0
  • ભારતમાં કોરોનાની સારવાર માટે સસ્તી દવા ફૈવીટૉનને DCGIની મંજૂરી
  • આ દવાની એક ટેબ્લેટ માત્ર 59 રૂપિયામાં ઉપલબ્ધ થશે
  • આ એન્ટીવાયરલ ડ્રગ કોરોના સંક્રમિત દર્દીઓને કોરોના સામે લડવા મદદ કરશે

કોરોના વાયરસએ સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે તેની વેક્સીન શોધવા પર કામ ચાલી રહ્યું છે. જો કે આ બીમારીની સારવાર માટેની સૌથી સસ્તી દવા બની ચૂકી છે. બ્રિન્ટન ફાર્માસ્યુટિકલ્સ નિર્મિત ફૈવીટૉનને બજારમાં લાવવાની મંજૂરી પણ મળી ચૂકી છે. આ દવાને બજારમાં લાવવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયા પાસેથી મંજૂરી મળી ચૂકી છે.

બ્રિન્ટન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા નિર્મિત આ દવાની એક ટેબ્લેટ માત્ર 59 રૂપિયામાં મળશે. આ એક એન્ટીવાયરલ ડ્રગ છે જે કોરોના વાયરસ સામે લડવામાં કોરોના દર્દીઓને મદદ કરશે. આ દાવો કંપનીએ કર્યો છે. આ દવાને ફેવીપિરાવીર (Favipiravir) નામથી પણ બજારમાં વેચવામાં આવે છે.

ફૈવીટૉન 200 મિલિગ્રામની ટેબ્લેટમાં આવશે. આ ટેબ્લેટનો ભાવ 59 રૂપિયા હશે. આ કિંમત મેક્સિમમ રિટેલ પ્રાઇઝ છે. તેનાથી વધુ ભાવે આ દવા વેચી નહીં શકાય.

આ દવા અંગે વાત કરતા બ્રિન્ટન ફાર્મા.ના સીએમડી રાહુલ કુમાર દર્ડાએ કહ્યું હતું કે આ દવા દેશના દરેક કોરોના સંક્રમિત દર્દીને પ્રાપ્ત થાય તેવું અમે ઇચ્છીએ છીએ. અમે તેને દરેક કોવિડ સેન્ટર પર પહોંચાડીશું. અમારી દવાની કિંમત પણ નિર્ધારિત છે. આ દવા એ દર્દીઓ માટે સારી  છે જેમને કોરોનાનું હળવું કે મધ્યમ દરજ્જાનું સંક્રમણ છે.

નોંધનીય છે કે કોરોના વાયરસની ઇમરજન્સી સ્થિતિને જોતા DCGIએ આ દવાને બજારમાં લાવવા માટે મંજૂરી આપી હતી. જૂન મહિનામાં આ દવાને મંજૂરી અપાઇ હતી.

(સંકેત)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.