રાહુલ ગાંધી કાયર, માત્ર મંદિરમાં જવાથી ફાયદો થતો નથી: ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીના રાજીનામા પર ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વિવાદીત નિવેદન આપ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કરતા રાહુલ ગાંધીને કાયર ગણાવ્યા છે. તેમણે કહ્યુ છે કે રાહુલ ગાંધી મેદાન છોડીને ભાગી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે.

રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે રાહુલ ગાંધી મેદાન છોડીને ભાગી રહ્યા છે, તેઓ કાયર છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યુ છે કે માત્ર જનોઈ પહેરવાથી અને મંદિરે જવાથી ફાયદો થતો નથી. તેના માટે ઘણો ત્યાગ કરવો પડે છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલો મોકો નથી કે જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કર્યો હોય. આના પહેલા તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના મંદિરમાં પૂજા-અર્ચના કરવાને લઈને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular