કાશ્મીર: અનંતનાગ હાઈવે પર આઈઈડીની આશંકા, રોકવામાં આવી અમરનાથ યાત્રા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ હાઈવે પાસે આઈઈડીની માહિતી મળ્યા બાદ અમરનાથ યાત્રા રોકવામાં આવી છે.

સુરક્ષાદળોને મીર બાજારમાં આઈઈડી હોવાની આશંકા છે. તેને કારણે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રાએ પહોંચી રહ્યા છે. યાત્રા માટે સોમવારે જમ્મુથી 3178 શ્રદ્ધાળુઓનો એક જત્થો રવાના થયો છે.

આ વર્ષે જુલાઈથી યાત્રા શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 2.70 લાખથી વધારે શ્રદ્ધાળુઓ સમુદ્રતટથી 3888 મીટર ઉપર આવેલા બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular