ઓવેસીના MLA કૌશર મોઈનુદ્દીનનો માર મારતો વિડિયો વાયરલ,કહ્યું મેં બરાબર કર્યું

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અસદુદ્દીન ઓવેસીની પાર્ટીના સાંસદ કૌશર મોઈનુદ્દ્દીન એક વ્યક્તિને ડંડાથી માર મારી રહ્યા છે, આ વિડિયો મોઈનુદ્દ્દીનની ઓફિસનો છે,જ્યારે એઆઈએમઆઈએમ સાંસદ સર્ફાર અહમદ નામના વ્યક્તિને માર મારી રહ્યા હતા, ત્યારે ઓફિસમાં બેઠેલા કોર્પોરેટર હસી રહ્યો હતો, તેવું  વિડિયોમાં નજરે પડે છે, હૈદરાબાદના કારવાંના ધારાસભ્ય મોઇનુદ્દ્દીને પીડિતાને માત્ર માર જ નહી માર્યો પરંતુ તેના કૃત્યને પણ ન્યાયી ઠેરવ્યો.

ધ ન્યૂઝ મિનટથી વાત કરતા સાસંદ મોઈનુદ્દીને કહ્યું કે જે વ્યક્તિની તેમણે મારપીટ કરી છે તે તેમના માટે કામ કરતો હતો, સાસંદે આરોપ લગાવ્યો છે કે તે શરાબી છે, અને શરાબનું સેવન કર્યો પછી તે આજુબાજુના લોકોને હેરાન કરે છે,તેમણે વધુંમા કહ્યુ હતુ કે હું પિડીતને ધમકાવી રહ્યો હતો, સાસંદે કહ્યુ કે “ તમે વિડિયો ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે હું મજાક મજાકમાં મારી રહ્યો છું, આમા કોઈ પણ ગંભીર બાબત નથી”

આ ધારાસભ્યએ વિડિયોને નકારી  જ કાઢ્યો એટલું જ નહીં પણ કહ્યું કે આ બહુ જૂની ઘટના છે અને તેને પોતે યાદ નથી કે આ ઘટના ક્યારે બની ? ધારાસભ્યએ તેમના વિરોધીઓ પર આરોપ લગાવ્યો કે કોઈએ આ  વિડિયો મેળવ્યો છે,  જેથી તે મને બદનામ કરી શકે. તેઓએ આ કાર્યને વિરોધીર્ઓનું ષડયંત્ર ગણાવ્યું હતું. વીડિયો વાયરલ થયા પછી પિડીત અહેમદે એક બીજો વીડિયો પણ વાયરલ કર્યો હતો જેમાં તે ધારાસભ્ય મોઇનુદ્દીનને ક્લીનચીટ આપતો જોવા મળે છે.

RELATED ARTICLES

Most Popular