બોલિવૂડ અભિનેતા નસરુદ્દીન શાહ હાસ્પિટલમાં દાખલઃ- ન્યૂમોનિયાની ફરીયાદ બાદ સારવાર હેઠળ

  • નસરુદ્દીન શાહની તબિયત ખરાબ હોવાથી સારવાર હેઠળ
  • ન્યૂમોનિયા થવાથી લઈ રહ્યા છે સારવાર

મુંબઈઃ- બોલિવૂડના જાણીતા 70 વર્ષિય અભિનેતા નસીરુદ્દીન શાહને ન્યુમોનિયાના લક્ષણો મળી આવ્યા બાદ મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાહની પત્ની અને અભિનેત્રી રત્ના પાઠક શાહે બુધવારે જણાવ્યું હતું કે અભિનેતાને મંગળવારે ઉપનગર  ખાર સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા હોવાથી હાલ તેમની સારવાર ચાલી રહી છે.

અભિનેતાની તબિયત અંગે તેમના પત્નિ રત્ના પાઠક શાહે જણાવ્યું કે શાહને ન્યુમોનિયા થઈ ગયો છે અને હવે તેમની તબિયત સ્થિર છે. તેમને આપવામાં આવેલી સારવારની અસર થઈ રહી છે અને આશા છે કે કે ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અભિનેતા નસિરુદ્દીન શાહ બોલિવૂડ જહગતમાં કોઈની આળખના મોહતાજ રહ્યા નથી, તેમનો શોનદાર અભિનય તેમની ઓળખ છતી કરી બતાવે છે, નેમણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1975 માં ફિલ્મ ‘નિશાંત’ થી કરી હતી.નસીરુદ્દીન શાહને ‘પદ્મ ભૂષણ’ અને ‘પદ્મ શ્રી’ થી પણ નવાજવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular