Homerevoinewsમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રથયાત્રા કાઢશે સીએમ ફડણવિસ, સૂત્ર હશે- અબકી બાર,...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રથયાત્રા કાઢશે સીએમ ફડણવિસ, સૂત્ર હશે- અબકી બાર, 220 પાર

મહારાષ્ટ્રમાં આ વર્ષના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસવાની શરૂ કરી દીધી છે. હાલમાં ભાજપ-શિવસેના ગઠબંધનવાળી સરકારનું નેતૃત્વ કરી રહેલા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ ચૂંટણી અભિયાન હેઠળ રથયાત્રા કાઢશે. મુખ્યપ્રધાન દેવન્દ્ર ફડણવિસની રથયાત્રા મહારાષ્ટ્રના તમામ વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.

ઓગસ્ટથી શરૂ થનારી આ રથયાત્રાના બે મુખ્ય શૂત્રો હશે. પહેલું સૂત્ર હશે- ફિર એકબાર શિવશાહી સરકાર અને બીજું સૂત્ર હશે- અબકી બાર, 220 પાર.

મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 1 બેઠકો પર જીત જરૂરી છે. હાલ 288 બેઠકોમાંથી 122 પર ભાજપ અને 63 પર શિવસેનાનો કબજો છે. કોંગ્રેસને 42 અને એનસીપીને 41 બેઠકો પર કાબિજ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments