1. Home
  2. revoinews
  3. આજે સી.આર.પાટીલ પહોંચશે કમલમ, વિજય મુર્હતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદભાર ગ્રહણ કરશે
આજે સી.આર.પાટીલ પહોંચશે કમલમ, વિજય મુર્હતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદભાર ગ્રહણ કરશે

આજે સી.આર.પાટીલ પહોંચશે કમલમ, વિજય મુર્હતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદભાર ગ્રહણ કરશે

0

• સી.આર.પાટીલ પ્રદેશ ભાજપના પ્રમુખ પદે નિયુક્તી
• આજે 12 વાગ્યે સી.આર.પાટીલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પહોંચશે
• આજે સી.આર.પાટીલ પદભાર સંભાળશે
• સુરતથી સમર્થકો ગાંધીનગર પહોંચ્યા

નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. આજે સી.આર.પાટીલ બપોરે 12 વાગ્યે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પહોંચશે અને ત્યાં સી.આર.પાટીલ વિજય મુર્હતમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળશે.

આજે સી.આર.પાટીલ વિજય મુર્હતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો હોદ્દો ગ્રહણ કરવા જઇ રહ્યા છે ત્યારે સુરતથી તેમના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા હતા. આપને જણાવી દઇએ કે દક્ષિણ ગુજરાતને વર્ષો બાદ પ્રદેશ પ્રમુખ પદ મળ્યું છે.

નોંધનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ગત ઓગસ્ટ માસમાં જ પૂર્ણ થઇ ગયો હતો ત્યારે આ બાદ સંગઠનમાં ફેરફારોની ચર્ચા ચાલતી હતી. જો કે હવે પ્રદેશ પ્રમુખ પદે સી.આર.પાટીલની નિમણૂંક કરવામાં આવતા આ ચર્ચાનો દોર પૂરો થયો છે. સી.આર.પાટીલ પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું સ્થાન ગ્રહણ કરશે.

(સંકેત)

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.