hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: જાણો, કોણ છે સતત પાંચ વખત ઓડિશાના મુખ્યમંત્રી બનનારા નવીન પટનાયક
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > જાણો, કોણ છે સતત પાંચ વખત ઓડિશાના મુખ્યમંત્રી બનનારા નવીન પટનાયક
revoinews

જાણો, કોણ છે સતત પાંચ વખત ઓડિશાના મુખ્યમંત્રી બનનારા નવીન પટનાયક

Revoi
Last updated: May 29, 2019 3:09 pm
Revoi
Published: May 29, 2019
Share
SHARE

કુદરતી અને રાજકીય તોફાનોને સહન કરવામાં માહેર નવીન પટનાયકે સતત પાંચમી વખત ઓડિશાના મુખ્યમંત્રી પદના શપથ લીધા અને ઉડિયા સરખી રીતે ન બોલી શકનારા આ મૃદુભાષી નેતાએ મોદી લહેરમાં પણ પોતાનો જનાદેશ બચાવીને ઓડિશાના ઇતિહાસનો નવો અધ્યાય લખી નાખ્યો.

ફાની વાવાઝોડાના કહેરથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલા ઓડિશા માટે વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરનારા નવીન પટનાયક પ્રામાણિક અને સારા નેતાની તેમની ઇમેજના દમ પર ભાજપની કાંટાની ટક્કરનો મુકાબલો કરવામાં સફળ રહ્યા. તેમના માર્ગદર્શનમાં બીજૂ જનતા દળે એકવાર ફરી શાનદાર જીત નોંધાવી અને રાજ્ય વિધાનસભાની 147 સીટ્સમાંથી 112 પર પોતાનો પરચમ લહેરાવ્યો.

ઉડિયા પણ બરાબર રીતે ન બોલી શકતા પટનાયકે 1997માં પોતાના પિતા અને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બીજૂ પટનાયકના અવસાન પછી પાર્ટીની કમાન સંભાળી. નવીન પટનાયકની ઓળખ શરૂઆતમાં તેમના પુત્ર તરીકે જ રહી પરંતુ આજે તેઓ એક સ્વતંત્ર, દમદાર તેમજ લોકપ્રિય નેતા તરીકે જાણીતા છે.

પોતાના પિતાની લોકસભા સીટ અસ્કાથી 1997માં ચૂંટણી લડીને રાજકારણમાં ડગ માંડનારા નવીન પટનાયકે રાજ્યના લોકોના હૃદયમાં ધીમે-ધીમે ખાસ જગ્યા બનાવી. 1998માં જનતાદળ તૂટી ગયું અને પટનાયકે બીજેડી (બીજૂ જનતા દળ)ની રચના કરી. તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું અને 1998માં અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહ્યા.

પટનાયર 1998 અને 1999માં અસ્કાથી ફરી ચૂંટાયા. ભાજપ-બીજેડી ગઠબંધને 2000માં રાજ્ય વિધાનસભા ચૂંટણી જીતી ત્યારે નવીન પટનાયક જ મુખ્યમંત્રી બન્યા. 2004માં પણ તેઓ સત્તામાં આવ્યા.

વિહિપ નેતા સ્વામી લક્ષ્મણનંદા સરસ્વતીની હત્યા પછી થયેલા કંધમાલ રમખાણોથી બંને દળોમાં મતભેદ ઊભો થયો. પટનાયકે 2009 સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો. આ રાજકીય પરિપ્રેક્ષ્યમાં તેમનો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો અને રાજ્યના રાજકારણમાં તેમનું કદ વધ્યું. બીજેડીએ લોકસભામાં 21માંથી 14 અને વિધાનસભામાં 147માંથી 103 સીટ્સ જીતી.  

ત્યારબાદ પટનાયકે ઘણા રાજકીય તોફાનોનો સામનો કર્યો જેમાં 2012માં તેમની જ પાર્ટીના નેતાઓ દ્વારા કથિત તખ્તાપલટનો પ્રયત્ન પણ સામેલ છે, જ્યારે તેઓ વિદેશમાં હતા. આ તોફાનમાં તેઓ વધારે નિખરીને બહાર આવ્યા.

બીજેડીએ 2014માં મોદી લહેર છતાંપણ રેકોર્ડ જીત નોંધાવી. પટનાયકની પાર્ટીએ 147માંથી 117 સીટ્સ અને લોકસભામાં 21માંથી 20 સીટ્સ જીતી.

લેખક, કલાપ્રેમી અને ચતુર રાજનીતિજ્ઞ નવીન પટનાયક ઉપરથી ભલે શાંત દેખાતા હોય પરંતુ વિરોધીઓ, પાર્ટીના બાગીઓની સાથે જ કુદરતી અને રાજકીય તોફાનોને પહોંચી વળવાનું તેમને બખૂબી આવડે છે અને આ તેમની સફળતાની ચાવી પણ રહ્યું છે.
ઓડિશાના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર 2000માં શપથ લેનારા પટનાયકનો સામનો ચિટફંડ કૌભાંડથી લઇને ખાણ કૌભાંડ સહિત અનેક વિવાદો સાથે થયો પરંતુ પોતાના રાજ્યમાં તેઓ નિર્વિવાદિત રીતે સૌથી લોકપ્રિય નેતા રહ્યા અને આજે સતત પાંચમી વખત રાજ્યની કમાન તેમણે સંભાળી.

પટનાયકની નરમ મુસ્કાન પાછળ આધુનિક રાજનીતિનો એક કડક ધુરંધર માણસ છુપાયેલો છે. તેમણે વિજય મહાપાત્રા, પ્યારેમોહન મહાપાત્રા, નજીકના સહયોગી બૈજયંત પાંડા અને દામોદર રાઉત જેવા બાગીઓને પણ નથી બક્ષ્યા.

ઓડિશાના લોકોના દિલોમાં પટનાયકની ખાસ જગ્યા છે. એક રૂપિયે કિલો ચોખા અને પાંચ રૂપિયામાં ભોજનની તેમની યોજનાઓ અતિશય લોકપ્રિય રહી. તેમણે 2019ની વિધાનસભા ચૂંટણીથી પહેલા મહિલાઓ માટે 33 ટકા અનામતનું સમર્થન કર્યું અને તેને લાગુ પણ કરી.

ભાજપ અને કોંગ્રેસ બંનેથી અંતર રાખીને પટનાયકે સંકેત આપ્યો કે ઓડિશાના હિતોની રક્ષા કરનારા કોઇપણ ગઠબંધનનું સમર્થન કરવા માટે તેઓ તૈયાર છે. અનેક પુસ્તકો લખી ચૂકેલા પટનાયકે વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને ઓડિશાના ઇતિહાસનો એક નવો અધ્યાય લખી નાખ્યો છે, જેના મહાનાયક તેઓ પોતે છે.

You Might Also Like

LACની નજીક ભારતીય સીમામાં ઘૂસ્યા ન હતા ચીની સૈનિકો: ઈન્ડિયન આર્મી
ટ્રિપલ તલાક બિલના મામલે ઈસ્લામિક કટ્ટરવાદીઓ પર આ 5 મહિલાઓ ભારે પડી
“Court Never Asked Rape Accused to Marry Victim, Media Misreported:” CJI
કોર્ટ કોઈપણ નિર્ણય આપે, અયોધ્યા પર સરકાર પાસે છે ‘બ્રહ્માસ્ત્ર’ : સુપ્રીમ કોર્ટ
Successful Completion of India – ASEAN Hackathon
TAGGED:naveen patnaik
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

महाराष्ट्र : छत्रपति संभाजीनगर शहर की एक दुकान में लगी आग, एक ही परिवार के सात लोगों की मौत

Revoi Editor
Revoi Editor
April 3, 2024
प्रधानमंत्री मोदी 17 सितम्बर को एससीओ शिखर सम्मेलन को करेंगे संबोधित
कोरोना से राहत : महाराष्ट्र, दिल्ली और पश्चिम बंगाल में हटाई गईं कोविड पाबंदियां
संविधान बचाने और लोकतंत्र की रक्षा के लिए वोट करें: कांग्रेस अध्यक्ष खरगे
भाजपा सांसद वरुण गांधी का अपनी सरकार पर आरोप – गलत फैसले के कारण 15 हजार छात्र युद्धभूमि में फंसे
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?