1. Home
  2. હું આંધળો ઘોડો નથી કે પીએમ બનવાની રેસમાં દોડવા લાગુ: નીતિન ગડકરી

હું આંધળો ઘોડો નથી કે પીએમ બનવાની રેસમાં દોડવા લાગુ: નીતિન ગડકરી

0

નવી દિલ્હી: ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ પોતે વડાપ્રધાન પદની પોતાની ઉમેદવારીનું ખંડન કર્યું છે. કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યુ છે કે તેઓ કોઈ આંધળા ઘોડા નથી કે જે વડાપ્રધાન બનવા માટે દોડવા લાગે. ભાજપના કથિત પ્રાઈમ મિનિસ્ટર ઈન વેટિંગ ગણાતા ગડકરીએ આ વાત એનડીટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહી છે.

ચર્ચા છે કે ભાજપને પૂર્ણ બહુમતી નહીં મળવાની સ્થિતિમાં ગડકરી વડાપ્રધાન બની શકે છે. જ્યારે તેમને આના સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે ક્હ્યુ કે મોદી અમારા નેતા છે અને તેઓ વડાપ્રધાન બનશે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે પીએમ મોદી નરેન્દ્ર મોદીની સરકાર બનાવવા જઈ રહ્યા છે. અમે એનડીએની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ, ભાજપની નહીં. જો અમને અમારા દમ પર બહુમતી મળે છે, તો ત્યારે પણ અમે તેને એનડીએની જ સરકાર કહીશું અને અમારા ગઠબંધનના સાથીદારોને સાથે લઈને ચાલીશું.

જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે ભાજપને આ વખતે બહુમતી કેવી રીતે મળશે, તો તેમણે કહ્યુ કે અમારી પાર્ટી પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કેરળ વધુમાં વધુ બેઠકો જીતીશું. ત્યાં સુધી કે ઉત્તરપ્રદેશમાં પણ, કારણ કે સપા-બસપાના વોટ શેયર એકસાથે આવવાના નથી.

મહત્વપૂર્ણ છે કે મોટાભાગના ચૂંટણી વિશ્લેષણ અને ઓપિનિયન પોલ 2014ના મુકાબલે ભાજપને આ વખતે ચૂંટણીમાં નુકસાન થતું દર્શાવી રહ્યા છે. યુપીમાં 2014માં ભાજપને 71 બેઠકો પર જીત મળી હતી, કારણ કે તે વખતે સપા-બસપા અલગ-અલગ ચૂંટણી લડયા હતા. જો કે કોંગ્રેસના યુપીમાં પોતાના દમ પર લડવાને કારણે અહીં ચૂંટણી જંગ ત્રિપાંખિયો છે. તેના સંદર્ભે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યુ છે કે રાજનીતિમાં ટૂ પ્લસ ટૂ ફોર – થતા નથી. ક્યારેક ઈન્દિરા ગાંધી વિરુદ્ધ પણ તમામ વિપક્ષો એકઠા થયા હતા. પરંતુ ઈન્દિરા ગાંધીની જીત થઈ હતી.

ગડકરીએ કહ્યુ છે કે કેન્દ્ર સરકારે ઘણી મોટી યોજનાઓના માધ્યમથી લોકો માટે કામ કર્યું છે. મને પુરો વિશ્વાસ છે કે અમે જે ગત પાંચ વર્ષમાં સામાજીક અને આર્થિક કામ કર્યું છે, તેનાથી જનતા ફરી એક વખત અમારા પર વિશ્વાસ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.