1. Home
  2. બંગાળમાં ભાજપનો આરોપ: મમતા સરકારે અમિત શાહને રેલી અને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી

બંગાળમાં ભાજપનો આરોપ: મમતા સરકારે અમિત શાહને રેલી અને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી

0

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી આપવાની પણ ના પાડી દેવામાં આવી. ભાજપ અધ્યક્ષે જાદવપુરમાં રેલી કરવાની હતી. આ પહેલા મુખ્યમંત્રી મમતાએ રવિવારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની પણ તપાસ થવી જોઈએ.

મમતા બેનર્જી સરકારે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન માટે ભાજપની રથયાત્રાને મંજૂરી નહોતી આપી. તેને લઇને બંને પાર્ટીઓ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ હેલિકોપ્ટર લેંડિંગની મંજૂરી નહોતી મળી. ત્યારબાદ યોગી રોડમાર્ગે સભા કરવા બંગાળ ગયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.