
ભારતમાં તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવાના મામલે પાકિસ્તાને વિરોધ કર્યો છે અને હવે પાકિસ્તાન બોખલાયું છે,કાશ્મીરના મુદ્દે પાકિસ્તાને અનેક નિર્ણયો બોખલાઈને લઈ લીધા છે, જેમાં પહેલા પાકિસ્તાને બૉલિવૂડ ફિલ્મો પર બેન લગાવ્યો અને હવે ભારતીય કલાકારોની જાહેરાત પર બેન ગલાવ્યો છે.
હવે પાકિસ્તાને ભારતીય કલાકારોવાળી જાહેરાતો પર રોક લગાવી દીધી છે, પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મિડિયા રેગુલેટરી ઓર્થોરિટીએ 14 ઓગસ્ટના દિવસે એક પત્ર બહાર પાડ્યો હતો,અને આ પત્રમાં જાહેરખબરો પર બેન લગાવાની વાતનો ઉલ્લેખ કર્યો છે,આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાને સુપ્રીમ કોર્ટની સૂચના પર ભારતીય ચેનલો અને કન્ટેન્ટના પ્રસારણ માટેની પરવાનગી પાછી ખેંચી લીધી હતી.
આ પત્ર મુજબ એવું જણાવવામાં આવ્યું છે કે કેટલીક મલ્ટિનેશનલ પ્રોડક્ટ્સ, કે જે ભારતમાં બનાવવામાં આવે છે અથવા જેમાં ભારતના કલાકારો હોય છે, તે હજી પણ પાકિસ્તાની ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતી હોય છે. સરકારે જાહેરાત કરી હતી કે 14 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે કાશ્મીરીઓ સાથે એકતા બતાવવામાં આવશે અને ભારતીય કલાકારો દ્વારા કરવામાં આવતી જાહેરાતોની અવગણના કરવામાં આવશે.
પાકિસ્તાન દ્રારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ડેટોલ સોપ, સર્ફ એક્સેલ, પેઈન્ટીન શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂ, લાઇફબાય સોપ, ફોગ બોડી સ્પ્રે, સનસિલ્ક શેમ્પૂ, નોર નૂડલ્સ, ફેર એન્ડ લવલી ફેસ વૉશ, સેફગાર્ડ સોપ વગેરે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે,આ ઉપરાંત જણાવ્યું હતુ કે આ ઉત્પાદનોની અન્ય જાહેરાતોનો ઉપયોગ કરી શકાય છે, જેમાં ભારતીય કલાકારો નહોય. જો આવું ન થાય, તો આ નિર્ણનું ઉલ્લંઘન કર્યુ હોવાનું માનવામાં આવશે ને તેના સામે પગલા લેવામાં આવશે.આમ બોખલાયેલા પાકિસ્તાને ભારતીય કલાકારોની જોહેરાતો પર રોક લગાવી છે.અને ફરી એકવાર પોતે જ પોતાના પગ પર કૂહાડી મારી છે એમ કહી શકાય.