Homerevoinewsગોરેગાંવની દર્દનાક ઘટનાઃખુલ્લા નાળામાં પડેલ દોઢ વર્ષનો માસુમ લાપતા

ગોરેગાંવની દર્દનાક ઘટનાઃખુલ્લા નાળામાં પડેલ દોઢ વર્ષનો માસુમ લાપતા

રમતા-રમતા માસુમ નાળામાં પડ્યો

પાણીથી ભરેલા નાળામાં દોઢ વર્ષનુ બાળક ગુમ

હજુ સુઘી દોઢ વર્ષનો માસુમ લાપતા

મુંબઈઃ મુંબઈના ગોરેવાંગ વિસ્તારમાં એક હ્રદય કંપાવી દે તેવી ઘટના બનવા પામી છે, મુંબઈમાં અતિવરસાદને કારણે અનેક નદી-નાળાઓ છલકાયા હતા, ત્યારે આંબેડકર ચૌક વિસ્તારમાં એક પાણીથી ભરેલા ખુલ્લા નાળામાં દોઢ વર્ષનો માસુમ પડી જતા પાણી સાથે વહી ગયો હતો.બીએમસી આ નાળાને ખુલ્લુ ન રાખતે તો કદાચ આ  ઘટના બનીજ ન હોત, આ બીએમસીની બે દરકારી પણ કહી શકાય જેનો ભોગ એક માસુમ બન્યો છે.

દિવ્યાંશ રમતા રમતા પોતાની માતાનો હાથ છોડીને જતા ખુલ્લા નાળામાં પડ્યો હતો ત્યારે તરત તેની માતા દિવ્યાંશુંને શોધવા માટે આવે છે પરંતુ ત્યા સુધી ખુબજ વાર થઈ ચુકી હોય છે, સીસીટીવી ફૂટેજ જોતા આ વાતની જાણ થઈ કે આ માસુમ પાણીથી ભરેલા નાળામાં પડ્યો હતો,વરસાદના કારણે નાળુ પાણીથી ભરપુર હતું જ્યારે ફાયર વિભાગ,પોલીસ તથા સ્થાનિક લોકો માસુમને શોધવાવા સખ્ત પ્રયાસો કરી રહ્યા છે પણ હજુ સુધી માસુમની કોઈ ભાળ મળી નથી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments