ગૃહમંત્રી અમિતશાહ કોલકાતા પહોંચ્યા – મૃતક બીજેપી કાર્યકરના પરિવાર સાથે કરી મુલાકાત

  • ગૃહમંત્રી અમિતશાહ કોલકાતા પહોંચ્યા
  • કસ્ટડીમાં મોતને ભેટેલા બીજેપી કાર્યકરના પરિવાર સાથે કરી મુલાકાત
  • અમિત શાહએ ટ્વિટ કરીને આપી માહિતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારની મોડી રાતે કોલકાતા પહોચ્યા હતા. જ્યા તેઓ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રીય મહાસચિવ કૈસાશ વિજયવર્ગીય અને રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ મુકુલ રાય દ્રારા તેમના આગમનને લઈને સ્વાગહત કરવામાં આવ્યું હતું

 

ગૃહમંત્રી અમિત શાહે  ન્યાયિક કસ્ટડીમાં મોતને ભેટેલા ભાજપના કાર્યકર એવા મદન ઘોરીના પરીવારના સભ્. સાથે મુલાકાત કરી હતી, અપહરણના ગુનામાં આ નેતાની 26 સપ્ટેમ્બરના રોજ મોત નિપજ્યું હતું, અમિતશાહ એ તેમના પરિવાર સાથે કરેલી મુલાકાતના ફોટો ટ્વિટર પર શેર કરીને લખ્યું કે, મેં અમારા શહીદ બૂથ ઉપાધ્યક્ષ મદન ઘોરીના પરિવાર સાથે મપલસાકાત કરી છે,આ બહાદુર પરિવારને મારુ નમન

આજે ગુરુવારની રોજ સવારે અમિત શાહ બીએસએફના હેલિકોપ્ટરમાં બાંકુરા જવા માટે રવાના થયા હતા. ત્યાર બાદ તેઓ અહીંથી પૂજાબગન જશે, જ્યાં તેઓ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલી ર્પિત કરશે. ત્યાર બાદ તેઓ બાંકુરાના રવીન્દ્ર ભવન ખાતે સંગઠનની એક બેઠકમાં ભાગ લેશે. ત્યાર બાદ ચતુર્હિડી ગામમાં જવાની તેમની યોજના છે, જ્યાં તેઓ એક આદિવાસી પરિવાર સાથે ભોજન લેશે, ત્યાર બાદ તેઓ ગુરુવારે રાત્રે કોલકાતા પરત ફરશે.

મળતી માહિતી પ્રમાણે અમિત શાહ 2021 વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પાર્ટીની તૈયારીઓનું પરિક્ષણ કરવા જશે, કોરોના મહામારી દરમિયાન માર્ચ મહિના બાદની અમિતશાહની બંગાળની આ પ્રથમ મુલાકાત છે.

સાહીન-

RELATED ARTICLES

Most Popular