1. Home
  2. revoinews
  3. Video: વાયુસેનામાં સામેલ થતા પહેલા ‘ઓસામા કિલર’ અપાચે હેલિકોપ્ટરને આવી રીતે મળી સલામી
Video: વાયુસેનામાં સામેલ થતા પહેલા ‘ઓસામા કિલર’ અપાચે હેલિકોપ્ટરને આવી રીતે મળી સલામી

Video: વાયુસેનામાં સામેલ થતા પહેલા ‘ઓસામા કિલર’ અપાચે હેલિકોપ્ટરને આવી રીતે મળી સલામી

0
Social Share
  • 8 અપાચે હેલિકોપ્ટર ઈન્ડિયન એરફોર્સમાં સામેલ
  • એરફોર્સને 22 અપાચે હેલિકોપ્ટર મળવાના છે
  • ઓસામા કિલર તરીકે જાણીતા છે અપાચે હેલિકોપ્ટર

વાયુશક્તિના મામલામાં ભારતીય વાયુસેનાએ વધુ એક પગલું આગળ વધાર્યું છે. ભારતીય વાયુસેનાના બેડામાં આજે આઠ અપાચે યુદ્ધક હેલિકોપ્ટર્સને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય પરંપરા પ્રમાણે, પઠાનકોટ એરબેઝ પર પૂજાપાઠ સાથે અપાચે હેલિકોપ્ટર્સને ભારતીય વાયુસેનાના બેડામાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીય વાયુસેનામાં અપાચેને સામેલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ બી. એસ. ધનોઆ પણ હાજર રહ્યા હતા. અપાચે હેલિકોપ્ટરને વાયુસેનાના બેડામાં સામેલ કરતા પહેલા તેને વોટર કેનનથી સલામી આપવામાં આવી હતી.

અમેરિકા પાસેથી ભારતીય વાયુસેનાને કુલ 22 અપાચે હેલિકોપ્ટર મળવાના છે. ભારતીય વાયુસેનાની યુદ્ધક ક્ષમતાને વધારવા માટે આજે આઠ અમેરિકન બનાવટના અપાચે એએચ-6ઈ યુદ્ધક હેલિકોપ્ટરોને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. તેના માટે પઠાનકોટ એરફોર્સ સ્ટેશનમાં એક વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આના પહેલા ભારતીય વાયુસેનાએ અપાચે હેલિકોપ્ટરની પહેલી ઉડાણનો વીડિયો જાહેર કરી તેની એક ઝલક દર્શાવી છે. ભારતીય વાયુસેનાએ વીડિયો ટ્વિટ કરીને લખ્યું છે કે ઈન્ડિયન એરફોર્સના એએફએસ હિંડન સ્ટેશન પર AH-64E Apache attack helicopterની પહેલી ઉડાણની ઝલક. પઠાનકોટ એરબેઝ પર આજે આ આઠેય અપાચે હેલિકોપ્ટરોને ભારતીય વાયસેનાના બેડામાં સામેલ કરવામાં આવ્યા છે.

આ વીડિયોમાં લેન્ડ યુદ્ધક હેલિકોપ્ટર અપાચેના ઉડાણ ભરવાથી લઈને લેન્ડિંગ સુધીના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે અપાચે એએચ-6ઈ દુનિયાના સૌથી ઉન્નત મલ્ટિરોલ યુદ્ધક હેલિકોપ્ટર છે અને અમેરિકાની સેના તેનો ઉપયોગ કરે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code