1. Home
  2. revoinews
  3. વાયુસેનાના પ્રમુખનું અગત્યનું નિવેદન – ‘યુદ્ધ સહીત કોઈ પણ પડકાર માટે સજ્જ છે સેના’
વાયુસેનાના પ્રમુખનું અગત્યનું નિવેદન – ‘યુદ્ધ સહીત કોઈ પણ પડકાર માટે સજ્જ છે સેના’

વાયુસેનાના પ્રમુખનું અગત્યનું નિવેદન – ‘યુદ્ધ સહીત કોઈ પણ પડકાર માટે સજ્જ છે સેના’

0
Social Share
  • વાયેસાના પ્રમુખનું  નિવેદન
  • બન્ને મોર્ચે યુદ્ધ સહીત કોઈપણ માટે પડકાર માટે સજ્જ છે સેના
  • રાફેલથી વાયુસેનાની તાકાત વધી

લદ્દાખ બોર્ડર પર ચીન સાથે ચાલી રહેલા તણાવપૂરણ માહોલ વચ્ચે વાયુસેનાના પ્મુખ આરકેએસ ભદૌરીયાએ એક ખાસ નિવેદન આપ્યું છે. એરફોર્સના પ્રમુખએ કહ્યું  કે, ભારત બંને મોરચા પર યુદ્ધ કરવા તૈયાર છે. ત્યારે હવે એરફોર્સ ચીફના આ નિવેદનથી  એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ચીન અને પાકિસ્તાન તરફથી તણાવની સ્થિતિ માટે ભારત સંપૂર્ણ રીતે સજ્જ છે.

પ્રમુખએ વધુમાં કહ્યું કે, આપણા પાડોશમાં આસપાસના વિસ્તારોમાં  સર્જાતી જોખમ પરિસ્થિતિમાં યુદ્ધ લડવાની મજબુત ક્ષમતા હોવી ખુબ જરૂરી છે. હું વિશ્વાસ સાથે તમારી સાથે આ વાત શેર કરી શકું છું કે ઓપરેશનલી આપણે સર્વ શ્રેષ્ઠ છીએ.

રાફેલના કારણે વાયુસેનાની તાકાતમાં થયો વધારો

તેમણે કહ્યું કે, અમે રાફેલ, ચિનૂક, અપાચેનું સંચાલન કર્યું છે અને રેકોર્ડ સમયગાળામાં ઓપરેશનની અમારી વિભાવના સાથે તેમને એકીકૃત કર્યા છે. આવનારા 3 વર્ષમાં રાફેલ અને એલસીએ માર્ક 1 સ્ક્વોડ્રોનને પુરી તાકાત સાથે સંચાલન કરીશું, આ સાથે જ એક વધારાનો મિગ -29 પણ આપવામાં આવ્યો છે જે વર્તમાન કાફલામાં જોડાશે.

વાયુસેનાના પ્રમખએ કહ્યું કે, અમે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પર અમારો વિશ્વાસ મૂક્યો છે અને આવનારા 5 વર્ષમાં અમે 83 એલસીએ માર્ક 1-એ  નો એરફોર્સમાં સમાવનેશ કરીશું. અમે ડીઆરડીઓ અને એચએએલના સ્વદેશી નિર્માણના પ્રયત્નોના સમર્થક છીએ અને તમે ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં એચટીટી -40 અને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર માટે કરાર જોઈ શકશો.

ઉલ્લેખનીય છે કે લદ્દાખ સીમા પર છેલ્લા ઘણા વખતથી ચીનની હરકતોમાં હલનચલન જોવા મળી રહી હતી જેને લઈને ભારતીય વાયુ સેનાને સજ્જ કરવામાં આવી છે,અનેક વાતાઘાટો બાદ પણ ચીન તેની હરકતોમાંથી બહાર આવી રહ્યું નથી જેથી લઈને ઠંડીથી વધુ ઠંડીની ઋતુમાં પણ સેન્યની તૈનાતી કરીને ચીન પર બાજ નજર રાખવાની ભારતીય વાયુ સેનાની તૈયારી છે.હવે ભારત ચીન સામે પડતું નહી મૂકે તે વાત સાબિત થઈ જશે. જો ચીન તરફથી હવે કોઈપણ ગતિવિઘિ કરવામાં આવે છે તો સેના તેનો જવાબ આપવા માટે ખડેગપે સજ્જ છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code