Site icon Revoi.in

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 10 કરોડની જાહેરાતની ઓફરને પણ ઠૂકરાવી હતી, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

Social Share

બોલિવૂડની સુંદર અને ફિટનેસ માટે જાણીતી 46 વર્ષની અભિનેત્રી શિલ્પા તેના કેટલાક ખાસ નિયમોને અનુસરે છે,તેની ઉમંરનો અંદોજો તેની ફિટનેસ ને જોઈને લાગી ન શકે, અભિનેત્રી ફીટનેસ પાછળ શિલ્પા એટલી ક્રેઝી છે કે તેણે 10 કરોડ રૂપિયાની એક જાહેરાત ઠૂકરાવી હતી તેણે આટલા કરોડની એડ કરવાની ના પાડી દીધી હતી, તેનું કારણ જાણીને સૌ કોઈને આશ્ચર્ય લાગશે. અને શિલ્પા પર હેત ઉભરાશે.

આ વાત હાલની નથી, જો કે આ વાત છે વર્ષ 2019ની કે જ્યારે એક કંપનીએ  શિલ્પાને સ્લિમિંગ પિલ્સની એડ કરવા માટે 10 કરોડ રુપિયાની ઓફર આવી હતી.આટલા કરોડો રુપિયા તેમ છતાં શિલ્પાએ આ ઓફરને રિજેક્ટ કરી દીધી હતી.જેને લઈને આ વાત ખૂબ વાયરલ થી હતી,અનેશિલ્પા શેટ્ટીના લોકોએ ખૂબ વખામ પણ કર્યા .

વાત જાણે એમ હતી કે, શિલ્પાના જણાવ્યા પ્રમાણે કોઈ દવાથી સ્લિમ થવાનો ફેલાવો કરવાનું યોગ્ય ન હતું, સ્લિમ થવા યોગ,કસરત જરુરી છે,તે તેના નિયમો વિરુદ્ધ જવા માંગતી નથી છેવટે તેણે આ એડ ઠૂકરાવી હતી, ત્યાર બાદ જ્યારે આ સમાચાર ચર્ચામાં આવ્યા  ત્યારે શિલ્પા શેટ્ટીએ પોતે જ એક નિવેદન આપ્યુ હતુ અને કહ્યું હતુ કે આ પિલ્સ ઇન્સ્ટન્ટ રિઝલ્ટની વાત કરે છે અને દરરોજ કરવામાં આવતા ફીટનેસના કાર્યનું મહત્વને ઓછુ કરી દે છે.અને આ કારણો સર કતેણ ેઆ એડ કરવાની ના પાડી હતી.