1. Home
  2. revoinews
  3. IGBCએ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલનું પ્રથમ સ્માર્ટ સિટી કર્યું જાહેર
IGBCએ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલનું પ્રથમ સ્માર્ટ સિટી કર્યું જાહેર

IGBCએ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલનું પ્રથમ સ્માર્ટ સિટી કર્યું જાહેર

0
  • દેશના ટોપ 10 સ્વચ્છ શહેર બાદ રાજકોટનો ફરી એક વખત ડંકો
  • IGBC દ્વારા રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ સ્માર્ટ સિટી જાહેર કરાયું
  • રાજકોટ નજીકના ભાવિમાં એક મોડેલ ગ્રીન સિટી બનશે

દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતનું રાજકોટ સામેલ છે. રાજકોટ દિન પ્રતિદીન દરેક પ્રકારની આર્થિક ગતિવિધિઓમાં પણ હરણફાળ ભરી રહ્યું છે અને નવી નવી સિદ્વિઓ હાંસલ કરી રહ્યું છે. રાજકોટ એ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ઇન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલ (IGBC) એ સમગ્ર દેશમાં સૌ પ્રથમ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કર્યું છે.

IGBC દ્વારા રાજકોટ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પ્લાનિંગના ફાઇનલ સર્ટિફિકેશન રીવ્યુ બાદ કુલ 81માંથી 81 પોઇન્ટ મળ્યા છે. જેથી IGBC દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ રાજકોટને ગ્રીન રેટેડ પ્લેટિનિયમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરાયું છે. રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે આ માહિતી આપી હતી. રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લીમીટેડ દ્વારા કુલ 930 એકરનો માસ્ટર પ્લાન INI ડિઝાઈન સ્ટુડીયો લેડ કન્સોર્ટિયમ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

રાજકોટ એક મોડેલ ગ્રીન સિટી બનશે

રાજકોટ સ્માર્ટ સિટીનું પ્લાનિંગ, ઇકોલોજી, પ્રેઝર્વેશન, લેવલ સર્ટિફિકેશન, સિટિઝન વેલફેર, એફિશિયન્ટ લેન્ડ યુઝ પ્લાનિંગ, ગ્રીન ટ્રાન્સપોર્ટેશન, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ જેવા ઇનોવેશનથી પ્લાનિંગમાં આગેવાની ધરાવે છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી સમગ્ર ભારતમાં રાજકોટ સ્માર્ટ સિટી એક મોડેલ ગ્રીન સીટી તથા સ્માર્ટ ગ્રીન સિટીનું હબ બનશે.

(સંકેત)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.