1. Home
  2. revoinews
  3. રામ મંદિર ભૂમિ પૂજન: રામ લલ્લાની પ્રથમ મનમોહક તસવીર આવી સામે, જુઓ તસવીર
રામ મંદિર ભૂમિ પૂજન: રામ લલ્લાની પ્રથમ મનમોહક તસવીર આવી સામે, જુઓ તસવીર

રામ મંદિર ભૂમિ પૂજન: રામ લલ્લાની પ્રથમ મનમોહક તસવીર આવી સામે, જુઓ તસવીર

0
  •  અયોધ્યામાં આજે મહત્વનો દિવસ
  • રામ લલ્લાની પહેલી તસવીર આવી સામે
  • 12:30 કલાકની આસપાસ ભુમિ પૂજન શરૂ થશે

અયોધ્યામાં પીએમ મોદીના હસ્તે રામ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે.આ પૂર્વે સંપૂર્ણ અયોધ્યાએ શણગાર સજયો છે. અયોધ્યામાં દિવાળીના પર્વ જેવો માહોલ છે ત્યારે ભૂમિપૂજન પહેલા રામ લલ્લા ની પ્રથમ તસવીર સામે આવી છે જે ખૂબ જ મનમોહક છે.

ભૂમિપૂજન પૂર્વે રામ લલ્લા લીલા રંગના સોનેરી અને રત્ન જડિત વસ્ત્રોમાં નજરે પડ્યા હતા જેમાં તે મનમોહક દેખાઈ રહ્યા હતા.

બપોરે 12:30 કલાકની આસપાસ ભૂમિપૂજન નો કાર્યક્રમ કરવામાં આવશે. આ માટે પીએમ મોદી દિલ્હીથી રવાના થઇ ચુક્યા છે.

નોંધનીય છે કે રામ મંદિરના શિલાન્યાસનું મુહૂર્ત માત્ર 32 સેકન્ડનું જ છે. જે 12:44 મિનિટ ની આઠ સેકંડથી શરૂ થઈને 12: 44ની 40 સેકન્ડ સુધી રહેશે. જેમાં જ પીએમ મોદી ભૂમિ પૂજન કરશે.

તે ઉપરાંત રામની પૌડી પર લગભગ દોઢ લાખ દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. આ સિવાય અયોધ્યાના બધા મોટા મંદિરો અને અન્ય 50 મંદિરોમાં પણ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે.

સાહીન

LEAVE YOUR COMMENT

Your email address will not be published.