Homerevoinewsરાજીવ ગાંધી હત્યાકાંડની દોષિત નલિનીને મદ્રાસ હાઈકોર્ટે આપી 30 દિવસની પેરોલ

રાજીવ ગાંધી હત્યાકાંડની દોષિત નલિનીને મદ્રાસ હાઈકોર્ટે આપી 30 દિવસની પેરોલ

ચેન્નઈ:  ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાના મામલામાં ગુનેગાર નલિની શ્રીહરનને મદ્રાસ હાઈકોર્ટે 30 દિવસની પેરોલ આપી છે.

પોતાની પુત્રીના લગ્નની તૈયારી માટે નલિનીએ મદ્રાસ હાઈકોર્ટ પાસેથી છ માસની પેરોલની માગણી કરી હતી. પરંતુ કોર્ટે શુક્રવારે તેને 30 દિવસની પેરોલ આપી છે.

મહત્વપૂર્ણ છે કે રાજીવ ગાંધી હત્યાકાંડની દોષિત નિલીની આજીવન કેદની સજા ભોગવી રહી છે અને ઘણાં લાંબા સમયથી જેલમાં બંધ છે. કોર્ટે હવે નલિનીને તેની પુત્રીના લગ્નની તૈયારી માટે 30 દિવસની પેરોલ મંજૂર કરી છે. નલિનીની પુત્રી લંડનમાં રહે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments