ગાયબ AN-32ના 9 દિવસ બાદ સર્ચ ઓપરેશનમાં મળ્યા પાર્ટ્સ

નવી દિલ્હી: વાયુસેનાના AN-32 વિમાનના ટુકડા મળવાના અહેવાલ છે. અરુણાચલ પ્રદેશના લીપોમાં વિમાનના ટુકડા મળવાના અહેવાલ છે.

લિપોના ઉત્તરમાં AN-32ના ટુકડા મળ્યા છે. જો કે એ પુષ્ટિ થઈ નથી કે આ ટુકડા AN-32ના જ છે. AN-32 સાથે આખરી વખત અરુણાચલ પ્રદેશમાં જ સંપર્ક થયો હતો. તેના પછી વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

મહત્વપૂર્ણ છે કે ત્રીજી જૂને આસામના જોરહાટમાંથી ઉડાણ ભર્યા બાદ વિમાન ગાયબ થયું હતું. તેમાં 13 લોકો સવાર હતા. ત્યારથી આ વિમાનની શોધખોળ થઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular