1. Home
  2. revoinews
  3. ફ્લાઇટ્સના મુસાફરો માટે મહત્વના સમાચાર: તમામ એરલાઇન્સને બદલી દીધા ભોજનના નિયમો
ફ્લાઇટ્સના મુસાફરો માટે મહત્વના સમાચાર: તમામ એરલાઇન્સને બદલી દીધા ભોજનના નિયમો

ફ્લાઇટ્સના મુસાફરો માટે મહત્વના સમાચાર: તમામ એરલાઇન્સને બદલી દીધા ભોજનના નિયમો

0
Social Share
  • ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ભોજન અંગેના નિયમોમાં થયા ફેરફાર
  • વિવિધ એરલાઇન્સ દ્વારા મેન્યુમાં પણ કરવામાં આવ્યા ફેરફાર
  • ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પ્રી-પેક્ડ સ્નેક્સ, મીલ અને બેવરેજીસ મળી શકશે

દેશમાં અનલોક બાદ હવે જ્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે હવે કેન્દ્ર સરકારે તમામ એરલાઇન્સને સફર દરમિયાન ભોજન પીરસવા માટે મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળ્યા બાદ એરલાઇન્સે પણ પોતાની રીતે તૈયારી શરૂ કરી દીધી છે. જો કે હવે મેન્યૂમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરોને પ્રી-પેક્ટ સ્નેક્સ, મીલ અને બેવરેજીસ મળી શકશે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં મુસાફરી દરમિયાન મુસાફરોને હોટ મીલ પણ મળી શકશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન્સના નિયમોનું પાલન કરવા માટે પણ સખ્તાઇ વર્તવામાં આવી છે. જો કોઇ મુસાફર મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે તો તેનું નામ એરલાઇન દ્વારા નો-ફ્લાય લિસ્ટમાં મૂકી શકાય છે.

ચાલો જાણીએ વિવિધ એરલાઇન્સમાં મીલની કેવી વ્યવસ્થા રહેશે.

Air India મેન્યુ – આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ગરમ ભોજન, ડ્રિન્ક્સ મળશે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લાઇટ મીલ પીરસવામાં આવશે. નોનવેજ અને સ્પેશલ મીલની સુવિધા નથી.

IndiGo મેન્યૂ- લાઇટ મીલનું ઓપ્શન- IndiGoના મેન્યૂમાં વેજ અને નોનવેજ સેન્ડવીચની સાથે કુકીઝ કે કેશ્યૂ બોક્સનો વિકલ્પ છે. પરંતુ સ્નેક્સ માટે પ્રી બુકિંગ જરૂરી છે.

વિસ્તારા મેન્યૂ – આગામી સપ્તાહથી મીલ સર્વિસ શરૂ થશે. પ્રીપેક્ડ મીલ અને બેવરેજનો વિકલ્પ પ્રાપ્ત થશે.

SpiceJet મેન્યૂ- 13 સપ્ટેમ્બરથી મીલ સર્વિસ શરૂ થશે. માત્ર પ્રી બુકિંગનું ઓપ્શન છે. સેન્ડવીચ, નૂડલ્સ ઉપરાંત છોલે, પરોઠા મળશે. બેવરેજની પણ પૂરી રેન્જ છે. તેની સાથે જ ગુડીઝ બેગનો પણ વિકલ્પ છે.

ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે આ નિયમો લાગુ પડશે

મુસાફરો અંગેના નિયમો વિશે વાત કરીએ તો પહેલા મુસાફરો માટે ફ્લાઇટ્સમાં મીલ સર્વિસ નહોતી. મુસાફરો ફ્લાઇટ્સની અંદર ખાઇ પણ શકતા નહોતા. જો કે નવા SOP બાદ એરલાઇન્સ પ્રી-પેક્ડ સ્નેક્સ/મીલ્સ/ડ્રિન્ક્સ મુસાફરોને પીરસી શકશે. આ ઉપરાંત ભોજનની સામગ્રી માત્ર ડિસ્પોજેબલ પ્લેટ, કટલરી અને ગ્લાસમાં આપી શકાશે, જેને ફરી ઉપયોગમાં નહીં લઇ શકાય. ક્રૂ મેમ્બર્સ મુસાફરોને ભોજન પીરસશે તો તેમને દરેક વખતે પોતાના હાથના ગ્લોવ્ઝ બદલવા પડશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code