1. Home
  2. revoinews
  3.  જયા જેટલીની 4 વર્ષની સજા પર હાઈકોર્ટનો સ્ટે-સીબીઆઈની વિશેષ અદાલતે રક્ષાસોદા મામલે જેટલી સહીત 4ને આરોપી ઘોષિત કર્યા હતા
 જયા જેટલીની 4 વર્ષની સજા પર હાઈકોર્ટનો સ્ટે-સીબીઆઈની વિશેષ અદાલતે રક્ષાસોદા મામલે જેટલી સહીત 4ને આરોપી ઘોષિત કર્યા હતા

 જયા જેટલીની 4 વર્ષની સજા પર હાઈકોર્ટનો સ્ટે-સીબીઆઈની વિશેષ અદાલતે રક્ષાસોદા મામલે જેટલી સહીત 4ને આરોપી ઘોષિત કર્યા હતા

0
Social Share
  • સીબીઆઈની વિષેશ અદાલતે જેટલીને 4 વર્ષની સજા આપી હતી
  • જેટલીએ પડકાર અરજી હાઈકોર્ટમાં કરી કરી
  • હાઈકોર્ટ દ્રારા જયા જેટલીની અરજી મંજુર કરાઈ
  • જયા જેટલીની સજા પર કોર્ટએ લગાવ્યો સ્ટે

સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલીને રક્ષાસોદા મામલે સીબીઆઈની વિશેષ આદાલતે 4 વર્ષ જેલની સજા ફટકારી હતી,જયા જેટલીએ આ આદેશ પર પડકાર આપતી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી,ત્યારે આ સમગ્ર બાબતે હાઈ કોર્ટ એ નિચલી અદાલત દ્રારા આપવામાં આવેલી જયા જેટલીની સજાને અટકાવવામાં આવી છે ,તે સાથે જ જયા જેટલીની અપીલનો સ્વીકાર કરતા સુનાવણી માટે તેને મંજુર કરી છે.

સીબીઆઈ એ આ સમગ્ર બાબતે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્રારા આપવામાં આવેલી નોટીસનો સ્વીકાર કરી લીધો છે,જયા જેટલીની આ અરજી પર નિયમિત સુનાવણી હવે પછીથી કરવામાં આવશે,દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટએ જયા જેટલીને આજે સાંજે 5 વાગ્યો સુધીમાં  તિહાડ જેલ વહીવટતંત્ર સામે સરેન્ડર કરવાનો સમય આપ્યો હતો.પરંતુ ત્યા સુધી વાત પહોંચે તે પહેલા જ દિલ્હી હાઈકોર્ટ એ નીચલી અદાલત દ્રારા આપવામાં આવેલી આ સજાને હાલ પુરતી અટકાવી દીધી છે,જેના કારણે જયા જેટલી જેલ જવાથી બચી ગયા છે.

ઉલ્લેખનીય છે કે,સીબીઆઈની ઉચ્ચ અદાલતના જજ વિરેન્દ્ર ભટ્ટએ જયા જેટલી તેમની પાર્ટીના પૂર્વ સહયોગી ગોપાલ પચેરવાલા અને રિટાયર્ડ જનરલ એસપી મુરગઈને ભર્ષ્ટાચાર અને અપરાધિક ગુનાઓમાં આરોપી ઘોષિત કર્યા હતા,

બુધવારેના રોજ આ સજા મામલે  ચર્ચા પૂર્ણ થયા બાદ નીચલી અદાલતે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોઈપણ ગુનાહિત કેસમાં, જો કોઈ દોષીને 3 વર્ષથી વધુની સજા થાય છે, તો તેને તરત જ જેલમાં ધકેલી  દેવામાં આવે છે. 3 વર્ષથી ઓછી સજામાં આરોપી નીચલી અદાલત સમક્ષ જામીન માટે અરજી કરી શકે છે, જેને કોર્ટ સ્વીકારી અથવા નકારી પણ  શકે છે.
શુ હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે વર્ષ 2000-2001 દરમિયાન ખાનગી મીડિયા હાઉસ એ એક ગુપ્ત ;ઓપરેશન વેસ્ટ એન્ડ સ્ટિંગ’ ઓપરેશન હાથ ધર્યુ હતું,જેમાં રક્ષા સોદાના ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરાયો હતો,આ સ્ટિંગ ઓપરેશનમાં કેટલાક વરિષ્ટ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા બતાવવામાં આવ્યા હતા
આ સમગ્ર મામલે સીબીઆઈએ 4 આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો,જેમાં જયા જેટલી,મેજર જનરલ એસપી મુરગઈ,ગોપાલ પચેરવાલા અને સુરેન્દ્ર કુમાર સુરેખાનો સમાવેશ થાય છે,વર્ષ 2000-01માં, જયા જેટલી, મુરગઈ, સુરેન્દ્રકુમાર સુરેખા અને પચેરવાલે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને વેસ્ટેન્ડ ઇન્ટરનેશનલ લંડનની એક કાલ્પનિક કંપનીના કાર્યકારી મેથ્યુ સેમ્યુઅલ પાસેથી 2 લાખની લાંચ લીધી હતી.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code