સુપર હિરોના રોલમાં  ફરી ઋતિક રોશનની થશે એન્ટ્રી – ફિલ્મ ‘ક્રિશ-4’ ને લઈને સોશિયલ મીડિયા પર આપી હિન્ટ

  • ક્રિશ4 ને લઈને અભિનેતા ઋતિક રોશને હીન્ટ આપી
  • સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

મુંબઈઃ- અભિનેતા રિતિક રોશની ક્રિશ ફઇલ્મની સિરિઝ ખૂબજ લોકપ્રિય બની છે, બાળકોથી લઈને મોટાઓએ આ ફિલ્મ જોઈ છે, ત્યારે હવે ક્રિશ 4 ને લઈને અભિનેતાએ સોશિયલ મીડિયા પર સારા સમાચાર પોસ્ટ કર્યા છે, તેણે ક્રિશ ફ્રેન્ચાઇઝ એટલે કે ‘ક્રિશ 4’ વિશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો સાથે હિન્ટ આપી  છે.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે  23 જૂને ઋતિકે તેમની બ્લોકબસ્ટર સુપરહિરો ફિલ્મ ક્રિશની 15 મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને તેઆ સાથે જ તેમની અપકમિંગ  ફિલ્મ વિશે જણાવતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ભૂતકાળમાં જે થવાનું હતુ તે થઈ ચૂક્યું છે. ચાલો જોઈએ કે ભવિષ્ય શું લઈને આવે છે.

https://www.instagram.com/hrithikroshan/?utm_source=ig_embed&ig_rid=944b4690-a715-4c4f-a41b-066548bb0fc2

13 સેકન્ડની વીડિયો ક્લિપમાં ઋત્વિક રોશન ફરી એક વાર સુપરહીરોના અવતારમાં જોવા મળે છે, આ સાથે તેણે ક્રિશ -4 અને તેના નવા માસ્કની ઝલક પણ બતાવી છે.

ઉલ્લેખનીય છે કે ક્રિશ 4 વિશે વર્ષ 2019માઋતિકે એક મીડિયાને માહિતી આપીહતી કે વાર ફિલ્મ પછી ક્રિશ 4નું શૂટિંગ શરુ કરવામાં આવશે, જો કે તેમના પિતા રાકેશ રોશનની તબિયત સારી નહોતી જેના કારણે તે શક્ય નહોતું બન્યું, ત્યારે હવે રાકેશ રોશનની તબિયત સ્થિર છે અને ઋતિક આ ફિલ્મમાં પાછો જોવા મળી શકે છે

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular