1. Home
  2. revoinews
  3. એક્ઝિટ પોલ્સ 2019: પહેલી વાર BJP એકલી જ કરશે 300નો આંકડો પાર
એક્ઝિટ પોલ્સ 2019: પહેલી વાર BJP એકલી જ કરશે 300નો આંકડો પાર

એક્ઝિટ પોલ્સ 2019: પહેલી વાર BJP એકલી જ કરશે 300નો આંકડો પાર

0

લોકસભા ચૂંટણી પછી હવે તમામની નજરો 23 મેના રોજ થનારી મતગણતરી પર છે, પરંતુ જો એક્ઝિટ પોલ્સનું માનીએ તો આવશે તો મોદી જ. ખાસ વાત એ છએ કે કેટલાક એક્ઝિટ પોલ્સમાં તો બીજેપી હયા વખતના પોતાના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ રેકોર્ડ (282 સીટ્સ)ને પણ તોડી શકે છે. તેમાં એકલા બીજેપીને બહુમત મળશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે અને સીટ્સ પણ તેઓ 300ને પાર કરી લેશે. એક્ઝિટ પોલ્સ દર્શાવી રહ્યા છે કે 2019માં એકવાર ફરી મોદી મેજિક ચાલી રહ્યું છે. સ્પષ્ટ સંદેશ છે કે દેશમાં નરેન્દ્ર મોદી નિર્વિવાદ રીતે સૌથી વધુ લોકપ્રિય નેતા છે. રાષ્ટ્રવાદ સાથે જોડાઇને મોદી લહેર ચાલી ગઈ છે અને પાર્ટી મજબૂત રીતે ઉભરી છે. મહાગઠબંધન અને અન્ય ક્ષેત્રીય દળોની એકતા છતાં મોદી તેમનો જાદૂ ચલાવવામાં સફળ જોવા મળી રહ્યા છે.

સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ને ટાઇમ્સ નાઉ-VMR એક્ઝિટ પોલે 304, ન્યુઝ 24-ટુડેઝ ચાણક્યએ 350, ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાએ 339-365 અને સી વોટરે 287 સીટ્સનું અનુમાન લગાવ્યું છે. તેમાં પણ જો એકલા બીજેપીની વાત કરીએ તો 2014ના પરિણામોની લગભગ સટીક ભવિષ્યવાણી કરનારા ન્યુઝ 24-ટુડેઝ ચાણક્યએ 300 સીટ્સનું અનુમાન લગાવ્યું છે. આ જ રીતે, ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાએ એકલા બીજેપીને 293માંથી 316 સીટ્સ એટલેકે તેની સરેરાશ લઇએ તો 304 સીટ્સની ભવિષ્યવાણી કરી છે. ટાઇમ્સ નાઉ-વીએમઆરએ એકલા બીજેપીને 262 અને સી વોટરે 236 સીટ્સની ભવિષ્યવાણી કરી છે. 2014માં બીજેપીને 282 અને એનડીએને 336 સીટ્સ મળી હતી.

એક્ઝિટ પોલ્સ: કુલ 542 સીટ્સ, બહુમત: 272

સર્વે-એજન્સી ભાજપ+ કોંગ્રેસ+ અન્ય
ટાઇમ્સ નાઉ-વીએમઆર 306 132 104
સી વોટર 287 128 127
જનકી બાત 305 124 113
ન્યુઝ નેશન 282-290 118-126 130-138
ટુડેઝ ચાણક્ય 350 95 97
એક્સિસ માય ઇન્ડિયા 339-365 77-108 69-95
નીલસન 277 130 137
મહા એક્ઝિટ પોલ 308-309 117-118 113-114

એકલા બીજેપીને 300 કે તેનાથી ઉપર સીટ્સની ભવિષ્યવાણી કરનારા ટુડેઝ ચાણક્ય અને એક્સિસ માય ઇન્ડિયા પ્રમાણે યુપીમાં એસપી-બીએસપી ગઠબંધન બીજેપીને અટકાવવામાં નિષ્ફળ જોવા મળી રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયા પ્રમાણે યુપીની 80 સીટ્સમાંથી એનડીએને 62-68 સીટ્સ મળી શકે છે. તેમાં એકલા બીજેપી 60-66 અને સહયોગી અપના દલને 2 સીટ્સ મળી શકે છે. એસપી-બીએસપી ગઠબંધનને 10-16 અને કોંગ્રેસને 1 થી 2 સીટ્સ મળી શકે છે. આ જ રીતે ટુડે ચાણક્ય એક્ઝિટ પોલ્સ પ્રમાણે યુપીમાં એનડીએને 65 (+-8) સીટ્સ એટલેકે 57થી લઇને 73 સુધી સીટ્સ મળી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code