1. Home
  2. revoinews
  3. કર્ણાટકમાં ટ્રાયલ દરમિયાન ડીઆરડીઓનું રુસ્તમ-2 યૂએવી ક્રેશ થયું
કર્ણાટકમાં ટ્રાયલ દરમિયાન ડીઆરડીઓનું રુસ્તમ-2 યૂએવી ક્રેશ થયું

કર્ણાટકમાં ટ્રાયલ દરમિયાન ડીઆરડીઓનું રુસ્તમ-2 યૂએવી ક્રેશ થયું

0
Social Share
  • પરિક્ષણ દરમિયાન માનવરહીત વિમાન ક્રેશ
  • ડીઆરડીઓનું રુસ્તમ-2 યૂએવી ટ્રાયલમાં નિષ્ફળ જતા થયું ક્રેશ
  • યૂએવીનું આટ ડોર પરિક્ષમ કરવામાં આવતુ હોય છે
  • UAVનું પુરુ નામ અમમૈન્ડ એરિયલ વ્હીકલ છે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનનું કર્ણાટકમાં મંગળવારે સવારે માનવરહિત હવાઈ વાહન એટલે કે યુએવી અકસ્માતનો ભોગ બન્યું હતું. ચિત્રદુર્ગ જીલ્લાના જોડીચિકેનહલ્લીમાં મંગળવારે સવારે 6 વાગ્યે યૂએવી સાથે દુર્ઘટના સર્જાય હતી, ડીઆરડીઓનું રુસ્તમ-2 યૂએવીની આજે સવારે ટ્રાયલ કરવામાં આવી રહી હતી તે દરમિયાન આ હાદસો થવા પામ્યો હતો, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

ચૈલકેર એરોનૉટિકલ ટેસ્ટ રેંજમાં આઉટ-ડોર પરિક્ષણ કરવામાં આવે છે,અહિયા ડીઆરડીઓ તરફથી વિશેષ રીતે માનરહિત વિમાનો માટે કામ કરવામાં આવે છે,વિમાન ક્રેશની ઘટના આ ક્ષેત્રની આસપાસ થવા પામી હતી,ચિત્રદુર્ગના એસપીએ આ ઘટના વિશે કહ્યું કે,”ડીઆરડીઓનું રુસ્તમ-2 વિમાન ક્રેશ થયું છે,આ વિમાનનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું હતું જે દરમિયાન તે સફળ ન થતા ક્રેશ થયું હતુ અને ખુલ્લા વિસ્તારમાં આવી પડ્યું હતુ,લોકોને આ ટ્રાયલ વિશે કોઈ માહિતી નહોતી માટે આ ઘટના નિહાળવા ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા”.

તો ચાલો જાણીયે કે આ યૂએવી શું છે અને કઈ રીતે કાર્ય કરે છે

અમમૈન્ડ એરિયલ વ્હીકલ,જે એક ક્રાફ્ટનો એક ક્લાસ છે જેને ઉડાનભરવા માટે કી પાયલોટની જરુર હોતી નથી ,આ યૂએવી માનવરહીત વિમાન હોય છે.

યૂએવી સિસ્ટમમાં એરક્રાફ્ટ કંપોનેટ,સેંસર પેલોડ્સ અને એક ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ હોય છે

યૂએવીને ઑન બોર્ડ ઈલેક્ટ્રોનિક ઉપકરણ અથવા તો ગ્રાઉન્ડ પર લાગેલા ઉપકરણ દ્રારા સંચાલીત કરવામાં આવે છે,

જ્યારે યૂએવીને ગ્રાઉન્ડ સિસ્ટમથી કંટ્રોલ કરવામાં આવે છે ત્યારે તેને આરપીવી એટલે કે,રિમોટલી પાયલટેડ વ્હીકલ કહેવામાં આવે છે.

યૂએવીનો ઉપયોગ કોઈ જગ્યાએ ખાસ નજર રાખવા માટે અને વધુ કરીને રક્ષા સાથે જોડાયેલા કાર્યોમાં અને મિલિટરી અને કમર્શિયલ કાર્યોમાં કરવામાં આવે છે

નાના યૂએવીની ગ્રાઉન્ડ પર લગાવવામાં આવેલા લેપટોપથી પમ કેટ્રોલ કરી શકાય છે.હવામાન માટેની જાણકારી માટે તેનો પયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code