અધિકારીને બેટથી મારનારા ભાજપના MLA આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન

ઈન્દૌર નગરનિગમના અધિકારીઓને બેટથી મારવાના આરોપમાં જેલમાં બંધ ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને જામીન મળ્યા છે.

ભોપાલની સ્પેશ્યલ કોર્ટે આકાશ વિજયવર્ગીયને જામીન આપ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળ ખાતે પાર્ટીના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીય દ્વારા ઈન્દૌરમાં 26 જૂને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને બેટથી મારવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. બાદમાં આકાશ વિજયવર્ગીયને એરેસ્ટ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular