પીએમ મોદીના પ્રશંસક ભૂતપૂર્વ કોંગ્રેસી સાંસદ એ.પી. અબ્દુલ્લાકુટ્ટી ભાજપમાં જોડાયા

ભૂતપૂર્વ કોંગ્રેસી નેતા અને સાંસદ એ. પી. અબ્દુલ્લાકુટ્ટીની વડાપ્રધાન મોદીની પ્રશંસા કરવાના કારણોથી પાર્ટીમાંથી હકાલપટ્ટી થઈ હતી.

હવે અબ્દુલ્લાકુટ્ટી બુધવારે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. તેઓ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાને કારણે તાજેતરમાં જ તેમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને ત્યારથી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં જોડાશે. કેરળમાં ભાજપને પોતાનો પ્રભાવ વધારવામાં અબ્દુલ્લાકુટ્ટી મદદરૂપ થાય તેવી શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular