1. Home
  2. revoinews
  3. એરલાઈન્સ ઈન્ડિગોની ઘોષણા -1 જાન્યુઆરીથી કર્મીઓ માટે વગર પગાર ‘અવકાશ કાર્યક્રમ’ ને બંધ કરાશે
એરલાઈન્સ ઈન્ડિગોની ઘોષણા -1 જાન્યુઆરીથી કર્મીઓ માટે વગર પગાર ‘અવકાશ કાર્યક્રમ’ ને બંધ કરાશે

એરલાઈન્સ ઈન્ડિગોની ઘોષણા -1 જાન્યુઆરીથી કર્મીઓ માટે વગર પગાર ‘અવકાશ કાર્યક્રમ’ ને બંધ કરાશે

0
Social Share
  • એરલાઈન્સ ઈન્ડિગોની ઘોષણા
  • 1 જાન્યુઆરીથી કર્મીઓ માટે વગર પગાર ‘અવકાશ કાર્યક્રમ થશે બંઘ઼
  •  8 મેના રોજ ‘મર્યાદિત અને ગ્રેડડ LWP ‘લાગુ કરવાની જાહેરાત કરી હતી

દિલ્હીઃ- એરલાઈન્સ ઈન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોનોજોય દત્તાએ તેમના વરિષ્ઠ કર્મચારીઓ માટે આવનારા વર્ષની 1લી જાન્યુઆરીથી નોન-સેલરી રજા (એલડબ્લ્યુપી) કાર્યક્રમને બંધ કરવાની જાહેરાત કરી છે.એરલાઈન્સ દ્વારા આ ઘોષણા આવક સુધારવાની આશને લઈને કરી છે.

કોરોના વાયરસ મહામારીના કારણે યાત્રાઓ પર લગવાવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે, દત્તાએ 8 મે ના રોજ કહ્યું હતું કે, બધા કર્મચારીઓ માટે ‘મર્યાદિત અને ગ્રેડડ LWP’ કાર્યક્રમ લાગુ કરવામાં આવશે. આ કાર્યક્રમ સૌથી નીચીલા સમૂહ સ્તરના કર્મચારીઓ માટે નહીં હોય.

કોરોના મહામારી દરમિયાન તમામ એરલાઇન્સે પગાર કાપ, પગારની રજા જેવા ખર્ચ ઘટાડવાનાં પગલાંઓ લીધાં છે. ઈન્ડિગો દ્વારા લાગુ કરાયેલ એલડબલ્યુપી કર્મચારીઓના જૂથના આધારે 1.5 થી 5 દિવસનો છે. 8 મેના રોજ ઈન્ડિગોએ પણ તેના વરિષ્ઠ કર્મચારીઓના પગારમાં પાંચથી 25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. પગારમાં ઘટાડો હજુ પણ અમલમાં જ છે.

દત્તા દ્રારા કર્મચારીઓને મોકલવામાં આવેલા  ઈ-મેલમાં  કહેવામાં આવ્યું છે કે આ સમયે આપણે સુધારણાના માર્ગ પર છીએ. આશા છે કે  સરકાર આવતા વર્ષથી અમને 100 ટકા ઘરેલુ ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપશે.

ઉલ્લખેનીય છે કે, કોરોનાનો કહેર જોતા હાલમાં, ભારતીય એરલાઇન્સને સ 80 ટકા જેટલી ઘરેલુ ફ્લાઇટ્સ ચલાવવાની  પરવાગની આપવામાં આવી  છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code