1. Home
  2. revoinews
  3. અમદાવાદ: કઠવાડાની ઇંક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરફાયટરની ટીમ આગ પર કાબૂ મેળવવામાં લાગી
અમદાવાદ: કઠવાડાની ઇંક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરફાયટરની ટીમ આગ પર કાબૂ મેળવવામાં લાગી

અમદાવાદ: કઠવાડાની ઇંક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરફાયટરની ટીમ આગ પર કાબૂ મેળવવામાં લાગી

0
Social Share
  • ઇંક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
  • બનાવને પગલે ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે
  • આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી જવા પામી

અમદાવાદના પિરાણામાં આવેલા કાપડ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.. હજુ તેની શાહી પણ સુકાઈ નથી.. ત્યાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલ ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇંક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. બનાવની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ફાઇટરનો કાફલો અને 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવી રહી છે.

હાલ આ ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી છે તે અંગે જાણવા મળ્યું નથી અને બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની પણ જાણકારી મળી નથી. ભીષણ આગ લાગવાના કારણે ફેક્ટરીની નજીક રહેતા લોકો તથા ફેક્ટરીમાં કામ કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે જે ચિંતાનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શહેરની પીરાણા-પીપરાજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરીમાં 4 નવેમ્બરે બપોર બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. આ બ્લાસ્ટની આસપાસ 9 ગોડાઉનને અસર થઇ હતી..

આ ઘટના એક કાપડના ગોડાઉનમાં બની હતી જ્યાં અન્ય 3-4 ઈમારતની છત પણ ધરાશાયી થઈ હતી. પીપળજ-પીરાણા બ્લાસ્ટ કેસમાં તમામ મૃતદેહ બહાર કઢાયા હતા. કુલ 12 મૃતદેહ ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 7 પુરુષ અને 5 મહિલાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code