Homerevoinewsજમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકીઓએ સેના પર કર્યો ગ્રેનેડ વડે હુમલો- 6 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકીઓએ સેના પર કર્યો ગ્રેનેડ વડે હુમલો- 6 લોકો ઘાયલ

  • બારામુલા જીલ્લામાં સેના પર ગ્રેનેડ વજે હુમલો
  • આતંકીઓ એ સેનાને નિશાન બનાવ્યું
  • સ્થાનિક 6 લોકો ઘાયલ થયાના સમાચાર
  • ઘાયલ નાગરિકો સારવાર હેઠળ

જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકી હુમલાઓ કરવામાં આવતા હોય છે, સેના સતત બાજ નજર રાખીને આતંકીઓની શઓધખોળશમાં લાગેલી જોવા મળે છે,દેશનો આ એક એવો વિસ્તાર છે જ્યા આતંકીઓની ઘુલસમખોરીની ઘટના સતત બનતી હોય છે ત્યારે આજે ફરી એકવાર ઉત્તર કાશ્મીરનના બારામુલા જિલ્લામાં આતંકીઓએ સેનાના કાફલા પર નિશાન સાધ્યુ હતું

મળતી માહિતી મુજબ સેનાના કાફલા પર આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો છે, આ ગ્રેનેડ રસ્તાઓની બાજુ પર પડ્યો હોવાથી મોટો ધડાકો થયો હતો,આ ઘટનામાં સ્થાનિક 6 નાગરિકોના ઘાયલ થવાના સમાચાર મળી આવ્યા છે,જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,હાલ પોલીસ તેમજ સેનાના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે, આસપાસના તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જો કે આતંકીઓનો નિશાનો સેનાનો કાફલો હતો પરંતુ ગ્રેનેટ રસ્તાની બાજુ પર પડતા નાગરિકો ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકીઓ દ્વારા અહી સેનાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ,જો કે સેના વળતો જવાબ આપવામાં ફડે પગે રહે છે,ઓગસ્ટ મહિનામાં સેનાના જવાનોએ 7 આતંકીઓને ઠાર કર્યા છે, ત્યારે હવે સેના પર ફરી એકવાર હુમલો થતા આતંકીઓની શઓધખોળ હાથ ધરવામાં આવી છે.

સાહીન-

RELATED ARTICLES

Most Popular

Recent Comments