1. Home
  2. Tag "SC"

SC/ST અધિનિયમ : સુપ્રીમ કોર્ટે માની કેન્દ્ર સરકારની વાત, બદલ્યો પોતાનો જ ચુકાદો

એસસી-એસટી અધિનિયમના ચુકાદાનો મામલો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સમીક્ષા અરજી સ્વીકારી અરજી સ્વીકારી સુપ્રીમ કોર્ટે પોતાનો જ ચુકાદો પલટયો નવી દિલ્હી  : એસસી-એસટી અધિનિયમના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીનો સ્વીકાર કરતા પોતાના જ ચુકાદાને પલટયો છે. આ અરજી સુપ્રીમ કોર્ટના એ ચુકાદાના વિરોધમાં દાખલ કરવામાં આવી હતી, જેના પ્રમાણે […]

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પાછી ઠેલાઈ, 22 ઓક્ટોબરે આગામી સુનાવણી

કર્ણાટકમાં 15 બેઠકોની પેટાચૂંટણી ટળી તકનીકી પેચને કારણે પેટાચૂંટણી ટળી આગામી સુનાવણી 22 ઓક્ટોબરે થશે નવી દિલ્હી : કર્ણાટકની 15 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે ધારાસભ્યોની અયોગ્યતાના મામલે હજી નિર્ણય આવવાનો બાકી છે, માટે નિર્ણય આવવા સુધીના સમયગાળા માટે પેટાચૂંટણીને ટાળવામાં આવશે. ચૂંટણી પંચે […]

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી યોગી સરકારને આંચકો, અનુસૂચિત જાતિમાં સામેલ નહીં થાય 17 OBC જાતિઓ

અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારના નિર્ણય પર લગાવી રોક 17 ઓબીસી જાતિઓને એસસી કેટેગરીમાં કરી હતી સામેલ કોર્ટે કહ્યું, આવો નિર્ણય કરવાનો અધિકાર સરકારને નથી અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તરપ્રદેશની યોગી સરકારને મોટો આંચકો આપ્યો છે. હાઈકોર્ટે ઓબીસીની 17 જાતિઓના અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવાના યોગી આદિત્યનાથની સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે મુખ્ય સચિવ સમાજ કલ્યાણ […]

જમ્મુ-કાશ્મીરઃકલમ 370ના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું સાશન શરુ કરવાની બાબતને પડકારનારી એક રજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે,જમ્મુ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સ તરફથી તેમના પ્રવક્તા અદનાના અશરફે આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, રજીમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને અસરહીન કરવાની બાબત અને જમ્મુ કાશ્મીરમાં પુનર્ગઠન કાયદો 2019ને પાસ કરવાના દેશને પડકાર પવામાં આવ્યો છે. આ  પહેલા 17 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ […]

મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનોની સત્યતા સાવધાનીથી તપાસો : સુપ્રીમ કોર્ટ

મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનોને સાવધાનીથી તપાસવા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ મૃત્યુ પહેલા વિરોધાભાસી નિવેદન નોંધાવે છે, તો અદાલતોએ સાવધાનીથી તેમની સત્યતાની તપાસ કરવી જરૂરી હોય છે. સુપ્રીમ કોર્ટ સીઆરપીએફના એક જવાનની અપીલ પર સુનાવણી કરી રહી હતી, કે જેને તેની પત્નીની હત્યાના મામલામાં […]

INX મીડિયા કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી પણ આંચકો, તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે આઈએનએક્સ મીડિયા મામલામાં ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની આગોતરા જામીન અરજીને નામંજૂર કરી છે. આ મામલામાં હવે સીબીઆઈ તેમની ધરપકડ કરી શકે છે. આ ધરપકડથી બચવા માટે ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પી. ચિદમ્બરમે દિલ્હી હાઈખોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટની દિશા પકડી છે. જેમાં આઈએનએક્સ મીડિયા મામલા સંદર્ભે […]

RSS ચીફ ભાગવતની અનામત પરની ટીપ્પણીને વિપક્ષ બનાવશે હથિયાર!, ભાજપને 2015ની જેમ 3 રાજ્યોની ચૂંટણીમાં નુકસાનની શક્યતા?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર અનામત પર ચર્ચાની તરફદારી કરતું નિવેદન આપ્યું છે. જો કે આ નિવેદનમાં પણ 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા અનામતની તેમની ટીપ્પણીને લઈને પેદા કરવામાં આવેલા રાજકીય વિવાદની કોશિશો હાલમાં પણ કરવામાં આવશે, કારણ કે 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે મોહન ભાગવતના કથિત ઈન્ટરવ્યૂને ટાંકીને અનામતની ટીપ્પણીને લઈને […]

અનુચ્છેદ-370 હટયા બાદ જમ્મુ-કાશ્મીરમાં વાલ્મીકિ સમુદાયને હવે મળશે અધિકારો

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટયા બાદ હવે ત્યાં સમાનતાની વાત થઈ રહી છે. કાશ્મીર ખીણમાં ઘણાં એવા સમુદાયો છે કે જેઓ કલમ-370ના સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે લગભગ સાત દશકાઓથી તેમને રાજ્યમાં રહેલા અન્ય સમુદાયોની જેમ સમાન અધિકાર મળતા ન હતા. આમા મુખ્ય છે, અનુસૂચિત જાતિ વર્ગનો વાલ્મીકિ સમુદાય. આ સમુદાયને વિભિન્ન રાજ્યોમાં ચુહડા, […]

સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ગોવિંદાચાર્ય, અયોધ્યા વિવાદ પર કરી લાઈવ સ્ટ્રીમિંગની માગણી

ભાજપના ભૂતપૂર્વ નેતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક કે. એન. ગોવિદાચાર્ય અયોધ્યા વિવાદ મામલાનું લાઈવ સ્ટ્રીમિંગ ઈચ્છી રહ્યા છે. ગોવિંદાચાર્યે અયોધ્યા મામલાની આગામી કાર્યવાહીના લાઈવ  સ્ટ્રીમિંગ કરાવવાની માગણીને લઈને શનિવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે અયોધ્યા વિવાદને ઉકેલવાની મધ્યસ્થતાની કોશિશો નાકામ રહી અને કોઈ સમાદાન મળી રહ્યું નથી. તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code