1. Home
  2. revoinews
  3. કેન્દ્ર સરકાર વાયુ પ્રદુષણ અને પરાળી બાળવા પર ઠોસ કાયદો બનાવશે – સુપ્રીમ કોર્ટએ આ નિર્ણયને આવકાર્યો
કેન્દ્ર સરકાર વાયુ પ્રદુષણ અને પરાળી બાળવા પર ઠોસ કાયદો બનાવશે – સુપ્રીમ કોર્ટએ આ નિર્ણયને આવકાર્યો

કેન્દ્ર સરકાર વાયુ પ્રદુષણ અને પરાળી બાળવા પર ઠોસ કાયદો બનાવશે – સુપ્રીમ કોર્ટએ આ નિર્ણયને આવકાર્યો

0
Social Share
  • કેન્દ્ર  વાયુ પ્રદુષણ અને પરાળી બાળવા પર લાવશે ઠોસ કાયદો 
  • સુપ્રીમ કોર્ટએ આ નિર્ણયને આવકાર્યો
  • સરકાર હવે સખ્ત વલણ અપનાવશે

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ પર કેન્દ્ર સરકાર હવે સખ્ત વલણ અપનાવવા જઈ રહી છે, સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને આજ રોજ કહ્યું  હતું કે, અમે વાયુ પ્રદુષણ અને પરાળશી બાળવાની સમસ્યાને પહોંચી વળવા એક ખુબજ વ્યાપક કાયદો બનાવવા જઈ રહ્યો છે, કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટએ આવકાર્યો છે, સીજેઆઈ એસ.એ.બોબડેએ જણાવ્યું હતું કે કેન્દ્ર કાયદો લાવશે તે એક સ્વાગત ભર્યું પગલું છે

વાયુ પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું કે સમસ્યા એ છે કે કોર્ટના દખલનો કોઈ પઅસર પડી રહી નથી. સરકારોએ રાજકીય સમાધાન સાથે આવવું જોઈએ. આ સાથે જ વરિષ્ઠ એડવોકેટ વિકાસસિંહનું કહેવું છે કે, આ ખાસ કાયદો આવતા વર્ષ સુધીમાં લાગુ કરવામાં આવી જશે

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અંગે કહ્યું હતું કે, જો સરકાર ઝડપથી આ આદેશને પસાર કરવા માંગે છે, તો તેઓ વટહુકમ પાસ કરશે. દલીલ સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટએ પોતાના મારફત નિયૂક્ત નિવૃત ન્યાયાધીશ એમ.બી. લોકુરની એક નિયુક્ત સભ્ય સમિતિ તરફથી પરાળી બાળવાના મુદ્દાનું ભૌતિક શારીરિક ચકાસણીના હુકમ પર સ્ટે આપ્યો હતો.

સીજેઆઈ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે, અમે 16 ઓક્ટોબરના આદેશનું પાલન કરીશું, કારણ હવા પ્રદૂષણ અને પરાળી બાળવા પર કેન્દ્ર સરકાર વટહુકમના રૂપમાં કાયદો જારી કરવાની દરખાસ્ત કરી રહી છે. સીજેઆઈએ કહ્યું કે, આ એક આવકાર્ય પગલું છે. વાયુ પ્રદૂષણને કારણે લોકોનો શ્વાસ રુંધાઈ રહ્યો છે. જેના પર અકુંશ લાવવો જોઈએ

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code