1. Home
  2. revoinews
  3. સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ, ટિકટોક સ્ટાર નિભાવશે લીડ રોલ….
સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ, ટિકટોક સ્ટાર નિભાવશે લીડ રોલ….

સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ, ટિકટોક સ્ટાર નિભાવશે લીડ રોલ….

0
Social Share
  • સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ ‘Suicide or Murder’
  • ટિકટોક સ્ટાર સચિન તિવારી નિભાવશે લીડ રોલ
  • સચિન તિવારીએ ફિલ્મનો ફર્સ્ટ લૂક રીલીઝ કર્યો

મુંબઈ: એકટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ચાલી રહેલા વિવાદ વચ્ચે તેના પર એક ફિલ્મ બનાવવાની ધોષણા કરવામાં આવી છે. આ ફિલ્મનું નામ ‘Suicide or Murder’ હશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સુશાંતની જેમ જ દેખાનારો ટીકટોક સ્ટાર સચિન તિવારી નિભાવશે. આ ફિલ્મ કથિત રૂપથી તે પરિસ્થિતિઓ પર આધારિત છે. જેના કારણે યુવા એકટરનું અકાળે નિધન થયું છે.

ઉતરપ્રદેશના રાયબરેલીનો રહેનારો સચિન તિવારીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઘોષણા કરી છે કે, તે ફિલ્મમાં ધ આઉટસાઈડરનું પાત્ર નિભાવશે. આ ફિલ્મનું દિગ્દર્શન શમિક મોલિક કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ટિકટોક સ્ટાર સચિન તિવારી પણ સુશાંતની જેમ દેખાઈ રહ્યો છે. તેના લૂકના કારણે તેના ફેંસ વધી ગયા છે. તિવારી ફિટનેસ લવર છે. અને નિયમિત રૂપથી પોતાના વર્કઆઉટ અને સ્ટંટના વીડિયો પણ પોસ્ટ કરે છે, હવે તેને સુશાંત સિહ રાજપૂતનો પ્રશંસક હોવાનો દાવો કરતા તેના ગીતો પર ડાંસ કરતા ઘણા વીડીયો પણ પોસ્ટ કર્યા છે. તિવારીએ ફિલ્મનો ફર્સ્ટ લૂક રીલીઝ કર્યો છે.

ફિલ્મનું નિર્માણ VSGbinge કરી રહ્યા છે. તેના નિર્માતા વિજય શંકર ગુપ્તા એ કહ્યું કે, તેને ફિલ્મને વર્ષના અંત સુધીમાં રીલીઝ કરવાની યોજના બનાવી છે.

ગુપ્તાએ કહ્યું કે, અમે આ ફિલ્મને ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ એ રીલીઝ કરીશું. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની બાયોપિક નથી. પરંતુ આ તેના જીવન અને ઘણા અન્ય એવા બહારના લોકોથી પ્રેરિત છે. જે કથિત રૂપથી ભાઈ – ભત્રીજાવાદ અને બોલિવુડ માફિયાનો શિકાર છે. આ ફિલ્મ માટે સિંગર અને મ્યુઝીક ડાયરેક્ટર શ્રદ્ધા પંડિત મ્યુઝીક કંપોઝ કરશે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code