1. Home
  2. revoinews
  3. ટાયર ફાટતા નીકળી 2.4 કરોડની નોટોની થોકડીઓ!, જુઓ વીડિયો
ટાયર ફાટતા નીકળી 2.4 કરોડની નોટોની થોકડીઓ!,  જુઓ વીડિયો

ટાયર ફાટતા નીકળી 2.4 કરોડની નોટોની થોકડીઓ!, જુઓ વીડિયો

0
Social Share

શિમોગા: કર્ણાટકના શિમોગા જિલ્લામાં ચૂંટણીની વચ્ચે ભારે માત્રામાં રોકડ જપ્ત થઈ છે. ઈન્કમટેક્સ વિભાગે દરોડામાં કર્ણાટક અને ગોવાની અલગ-અલગ જગ્યાઓ પરથી ચાર કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે બેંગાલુરુથી શિમોગા જઈ રહેલી એક કારમાં રાખવામાં આવેલા ટાયરમાંથી લગભગ 2.40 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયામોં ટાયર ખોલવામાં આવતા અંદરથી 2-2 હજાર રૂપિયાની નોટો જપ્ત થઈ હતી. આ દરોડામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

ઈન્કમટેક્સ વિભાગના દરોડામાં કારના સ્પેયર ટાયરમાંથી 2.0 કરોડ, કારના ઈન્ટરસેપ્શનમાંથી 0 લાખ, બગલકોટમાં એક બેંક કર્મચારી પાસેથી એક કરોડ રૂપિયા, ગોવામાં લગભગ 30 લાખ રૂપિયાની જ્વેલરી અને બીજાપુરમાંથી 10 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે જપ્ત કરવામાં આવેલી મિલ્કત બેંગાલારુથી શિમોગા અને ભદ્રાવતી ટ્રાન્સફર કરાઈ રહી હતી. ઈન્ટેલિજન્સ વિભાગ આના પર નજર રાખી રહ્યું હતું. જ્યારે રોકડની સાથે એક વ્યક્તિ બેંગાલુરુથી ભદ્રાવતી જઈ રહ્યો હતો, ત્યારે તેને રોકવામાં આવ્યો હતો. આરોપી રોકડને સ્કોર્પિયો કાર દ્વારા લઈ જઈ રહ્યો હતો. કારની સ્ટેપની જ્યારે ફાડવામાં આવી, તો તેમાથી બે-બે હજારની નોટ નીકલી હતી.

મહત્વપૂર્ણ છે કે તમિલનાડુ અને કર્ણાટકથી ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ અને ચલ સંપત્તિ જપ્ત કરાઈ રહી છે ચૂંટણી પંચે પણ રોકડની જપ્તીને ધ્યાને લીધી છે. તમિલનાડુના વેલ્લોર બેઠક પર તો 18મી એપ્રિલે થનારું વોટિંગ ભ્રષ્ટાચારને કારણે રદ્દ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચની ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમિલનાડુની વેલ્લોર લોકસભા બઠેક પરથી ચૂંટણી રદ્દ કરી દીધી હતી.

વેલ્લોર લોકસભા બેઠક પર તમિલનાડુની અન્ય બેઠકો સાથે જ 18મી એપ્રિલે ચૂંટણી યોજાવાની હતી. અહીં ડીએમકેના ઉમેદવાર સાથે સંકળાયેલા એક વ્યક્તિના સિમેન્ટના ગોડાઉનમાંથી લગભગ 12 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાયા બાદ આના સંદર્ભે નિર્ણય કરવામાં આવ્યો હતો.

ઈન્કમટેક્સ વિભાગે વેલ્લોર જિલ્લામાં પહેલી એપ્રિલે ડીએમકેના એક પદાધિકારીના સિમેન્ટના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં રોકડને જપ્ત કરી હતી. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓને આ ડીએમકેના પદાધિકારીના સિમેન્ટના ગોડાઉનમાંથી કાર્ટૂનો અને કોથળામાં રોકડ મળી આવી હતી. કુલ 12 કરોડ રૂપિયાની રોકડ હોવાનું જણાવાયું હતું. દેશભરમાં ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ જપ્ત કરાઈ રહી છે. આ નાણાનો કોઈ કાયદેસરનો હિસાબ-કિતાબ સામે આવ્યો નથી.

કર્ણાટકમાં દરોડાને લઈને ઈન્કમટેક્સ વિભાગ ઘણું સક્રિય છે. તાજેતરમાં કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીના નિકટવર્તીઓના નિવાસસ્થાન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. કર્ણાટકના લઘુ સિંચાઈ પ્રધાન સી. એસ. પુટ્ટારાજૂ અને તેમના એક સંબંધીના નિવાસસ્થાને તાજેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પુટ્ટારાજૂ આ દરોડાની કાર્યવાહીઓ પર નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.

કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે રાજ્યમાં દરોડા પાડવા માટે દેશના વિભિન્ન વિસ્તારોમાંથી ત્રણસોથી વધારે ઈન્કમટેક્સ અધિકારી અને સીઆરપીએફના કર્મચારીઓને લાવવામાં આવ્યા હતા. તાજેતરમાં ઈન્કમટેક્સ વિભાગે વિપક્ષી દળોના નેતાઓ અથવા તેમના નિકટવર્તીઓ પર લગભગ 15 જેટલા દરોડા પાડયા છે. કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ આ દરોડાનો વિરોધ કરતા પ્રદર્શન કરવાની પણ ધમકી આપી હતી.

આના સંદર્ભે ચૂંટણી પંચે મહેસૂલ સચિવને પત્ર લખીને કડક હિદાયત આપી છે કે તેમના નિરીક્ષણમાં કામ કરનારી એજન્સીઓ- ઈન્કમટેક્સ વિભાગ અને ઈડીએ રાજકીય પક્ષો વિરુદ્ધની કાર્યવાહીમાં સંપૂર્ણપણે તટસ્થ અને ભેદભાવરહીત હોવું જોઈએ. દેશભરમાં ચૂંટણી દરમિયાન કાળાધનના ઉપયગો પર રોક માટે ઈન્કમટેક્સ વિભાગ સક્રિય છે અને દરોડા પાડી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code