1. Home
  2. revoinews
  3. ISISના અબુધાબી મોડ્યુલની તલાશમાં હૈદરાબાદ-વર્ધામાં NIAના દરોડા, 4 શકમંદોની પૂછપરછ
ISISના અબુધાબી મોડ્યુલની તલાશમાં હૈદરાબાદ-વર્ધામાં NIAના દરોડા, 4 શકમંદોની પૂછપરછ

ISISના અબુધાબી મોડ્યુલની તલાશમાં હૈદરાબાદ-વર્ધામાં NIAના દરોડા, 4 શકમંદોની પૂછપરછ

0

નવી દિલ્હી : એનઆઈએએ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના મોડ્યુલ સાથે જોડાયેલા એક મામલામાં શનિવારે મહારાષ્ટ્ર અને તેલંગાણામાં દરોડા પાડયા છે. આ મામલામાં એનઆઈએ દ્વારા ચાર શકમંદોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરાઈ રહી છે. તેમની પાસેથી એનઆઈએએ મોટા પ્રમાણમાં ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોમાં 13 મોબાઈલ ફોન, 11 સિમ કાર્ડ, એક આઈપેડ, બે લેપટોપ, એક એક્સટર્નલ હાર્ડડિસ્ક, છ પેન ડ્રાઈવ, છ એસડી કાર્ડ અને છ વોકીટોકી સેટ સામેલ છે.

એનઆઈએનું કહેવું છે કે 2016ના અબુધાબી મોડ્યુલના મામલાની તપાસ હેઠળ હૈદરાબાદ અને વર્ધામાં શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. એનઆઈએની એક પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે, એનઆઈએ 2016ના એક મામલાની તપાસ કરી રહી છે. તેમા આરોપ છે કે આઈએસના સદસ્ય એક કથિત ષડયંત્રમાં સામેલ હતા. તેના પ્રમાણે આ પ્રતિબંધિત સંગઠનમાં સામેલ થવા માટે ભારતીય યુવાન મુસ્લિમોની ઓળખ કરવી, તેમને પ્રેરીત કરવા,કટ્ટર બનાવવા, ભરતી અને તાલીમ આપવાનું સામેલ હતું.

એનઆઈએ મુજબ, કસ્ટડીમાં લેવામાં આવેલા ચાર શકમંદોમાંથી બે મહારાષ્ટ્રના વતની છે અને હાલ હૈદરાબાદના ફલકનુમા અને મૈલારદેવપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. બીજો વ્યક્તિ હૈદરાબાદનો વતની છે.

એનઆઈએએ જાન્યુઆરી-2016માં ત્રણ આરોપી શેખ અઝહર-ઉલ-ઈસ્લામ, અધાન હસન અને મોહમ્મદ ફરહાન શેખ વિરુદ્ધ મામલા નોંધ્યા હતા અને તેમને અબુ ધાબીથી દિલ્હી પહોંચવા પર એરેસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં એનઆઈએએ ઓગસ્ટ2018માં આઈએસ પ્રત્યે સહાનુભૂતિ રાખવાના આરોપમાં મોહમ્મદ અબ્દુલ્લા બાસિત અને મોહમ્મદ અબ્દુલ કાદિરની હૈદરાબાદથી ધરપકડ કરી હતી.

રિપોર્ટ પ્રમાણે આ વર્ષે સાત ફેબ્રુઆરીએ એનઆઈએએ અબુધાબી મોડ્યુલના મામલામાં તપાસને આગળ વધારતા બે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી અને આ મોડ્યુલ સંદર્ભે મળેલી કડીઓના આધારે નવેસરથી દરોડા પાડયા છે. એનઆઈએનું કહેવું છે કે બાસિત, આરોપી અદનાન હાસન અને તેના કેટલાક સહયોગીઓ સાથે સતત સંપર્કમાં હતો. આ લોકો આઈએસની ગતિવિધિઓને વધારવાની સાજિશ રચી રહ્યા હતા.

તપાસકર્તાઓ પ્રમાણે, બાસિતનો સંપર્ક અમેરિકામાં રહેતા મતિન અજીજી નામના આતંકી સાથે હતો. મતિનને અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ મે- 2018માં એક આતંકવાદી ષડયંત્ર રચવાના આરોપમાં એરેસ્ટ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code