- દેશમાં હવે 7 નવા બુલેટ ટ્રેન કોરિડોર પણ બનશે
- નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન એ ટ્રેનના કોરિડોરના ટેંડરના સેટને જારી કર્યો
- આ ટેંડર દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડનારી હાઇસ્પીડ ટ્રેનોના કોરિડોર સંદર્ભે છે
દેશમાં હવે 7 નવા બુલેટ ટ્રેન કોરિડોર બનશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ.એ હાઇસ્પીડ ટ્રેનોના કોરિડોરના ટેંડરના પહેલા સેટને જારી કર્યો છે. આ ટેંડર દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડનારી હાઇ સ્પીડ ટ્રેનોના કોરિડોરને લઇને છે. આ ટ્રેનના રૂટનું અંતર આશરે 886 કિમી રહેશે જેમાં વચ્ચે આવનારા જયપુર-ઉદયપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રેલવે દેશભરમાં આવા 8 રૂટ પર હાઇ સ્પીડ દોડાવવા માગે છે. જેમાંથી અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેનના કોરિડોરની કામગીરી શરૂ થઇ ગઇ છે અને હાલ કન્સ્ટ્રક્શન હેઠળ છે. જે ટેંડર બહાર પાડવામાં આવ્યા છે તેમાં રેલવે લાઇન વચ્ચે આવનારી કેનાલો, નદીઓ, રોડ-રસ્તા, હાઇવે અને બીજી રેલવે લાઇનો પરના ક્રોસિંગ બ્રિજના નિર્માણનો પણ સમાવેશ થાય છે.
આ 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરની તૈયારી ચાલી રહી છે
- દિલ્હી-નોઇડા-આગ્રા-લખનઉ-વારાણસી (865 કિમી)
- દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ (886 કિમી)
- મુંબઇ-નાસિક-નાગપુર (753 કિમી)
- મુંબઇ-પુણે-હૈદરાબાદ (711 કિમી)
- ચેન્નાઇ-બેંગાલુરુ-મૈસુર (435 કિમી)
- દિલ્હી-ચંદીગઢ-લુધિયાણા-જાલંધર (459 કિમી)
હાલમાં દિલ્હી વારાણસી કોરિડોરની કામગીરી શરૂ થઇ ચૂકી છે. તે ઉપરાંત સરકારે દાવો કર્યો છે કે અમદાવાદ-મુંબઇની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.
(સંકેત)