1. Home
  2. revoinews
  3. ભારત એ કર્યો ઇમરજન્સી પાવરનો ઉપયોગ, ફ્રાંસ પાસેથી હૈમર મિસાઇલ મંગાવી
ભારત એ કર્યો ઇમરજન્સી પાવરનો ઉપયોગ, ફ્રાંસ પાસેથી હૈમર મિસાઇલ મંગાવી

ભારત એ કર્યો ઇમરજન્સી પાવરનો ઉપયોગ, ફ્રાંસ પાસેથી હૈમર મિસાઇલ મંગાવી

0
  • ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ વચ્ચે ભારતે હૈમર મિસાઇલ્સ મંગાવી
  • હૈરન મિસાઇલને લડાકૂ વમાન રાફેલમાં ફિટ કરવામાં આવશે
  • હૈરન મિસાઇલ 60 થી 70 કિલોમીટરના અંતર સુધીના લક્ષ્યને ભેદવા સક્ષમ

ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે મોદી સરકારે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને ફ્રાંસ પાસેથી હૈમર મિસાઇલ મંગાવી છે. 29 જુલાઇએ આ મિસાઇલની પહેલી ખેપ ભારત આવશે. લડાકૂ વિમાન રાફેલમાં આ મિસાઇલને ફિટ કરવામાં આવશે. આ મિસાઇલ લગાવવાની સાથે જ રાફેલની મારક ક્ષમતા વધુ ઘાતક બની જાય છે. આ મિસાઇલ 60 થી 70 કિલોમીટરના અંતર સુધી કોઇ પણ લક્ષ્યને ભેદવા માટે સક્ષમ છે.

તે ઉપરાંત હૈમર મિસાઇલ કોઇપણ જાતના બંકરને પણ નિશાનો બનાવી શકે છે. તેનાથી તેની ક્ષમતા વધી જશે. Hammer (Highly Agile Modular Munitions Extended Range) એક મધ્યમ દૂરી સુધી વાર કરનારી મિસાઇલ છે. તેને ખાસ કરીને ફ્રેંચ એરફોર્સ અને નેવીના ઉપયોગ માટે બનાવાઇ છે.

અગાઉ પણ સેનાએ ઇઝરાયેલના હેરૉન સર્વેલન્સ ડ્રૉન અને સ્પાઇક એન્ટિ ટેંક ગાઇડેડ મિસાઇલની ખરીદી કરી છે.

મહત્વનું છે કે, DRDO પોર્ટેબલ એન્ટિ ટેંક ગાઇડેડ મિસાઇલ તૈયાર કરી રહ્યું છે. ડીઆરડીઓના આ પ્રોજેક્ટ દ્વારા સેનાએ બલ્કમાં મિસાઇલ સપ્લાય કરવામાં સરળતા રહે છે. તે ઉપરાંત સેના તરફથી પહેલી સ્પાઇસ 2000 બોમ્બની ખરીદી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

(સંકેત)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code