1. Home
  2. revoinews
  3. Indian Independence Day 2020: 15 ઓગસ્ટથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…. જાણો
Indian Independence Day 2020: 15 ઓગસ્ટથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…. જાણો

Indian Independence Day 2020: 15 ઓગસ્ટથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…. જાણો

0
Social Share

15 ઓગસ્ટ 1947 એટલે કે સ્વાતંત્ર્ય દિવસ… આ દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો.. લાંબા સંઘર્ષ બાદ ભારતને 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી. દર વર્ષે આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે..આ વર્ષે ભારત 74 મો સ્વતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે. ભારતની આઝાદીમાં ઘણા વીરોનું મહ્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારત માટે 15 ઓગસ્ટનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને 15 ઓગસ્ટથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશું. ચાલો જાણીએ 15 ઓગસ્ટથી જોડાયેલી રસપ્રદ વાતો …

મહાત્મા ગાંધી આ ઉજવણીમાં ન હતા થયા સામેલ

ભારતને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીની મુખ્ય ભૂમિકા હતી,,પરંતુ મહાત્મા ગાંધી 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદીની ઉજવણી માટે હાજર ન હતા. મહાત્મા ગાંધી તે દિવસે પશ્ચિમ બંગાળના નોઆખલીમાં અનશન પર બેઠા હતા. મહાત્મા ગાંધી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે થયેલી કોમી હિંસાને રોકવા ઉપવાસ પર હતા.

15 ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવવામાં આવ્યો ન હતો

15 ઓગસ્ટના દિવસે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવતા હોય છે.. પરંતુ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવવામાં આવ્યો ન હતો. લોકસભા સચિવાલયના સંશોધન મુજબ, નહેરુએ 16 ઓગસ્ટ 1947 ના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો.

15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત પાસે કોઈ રાષ્ટ્રગીત નહોતું

ભારત 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયું હતું. આજદિવસ સુધી ભારતનું પોતાનું કોઈ રાષ્ટ્રગીત નહોતું. રવીન્દ્રનાથ ટાગોરે ફક્ત 1911 માં જ ‘જન-ગણ-મન’ લખ્યું હતું, પરંતુ તે રાષ્ટ્રગીતમાં 1950 માં જાહેર કરાયું હતું.

આ દેશો પણ 15 ઓગસ્ટે આઝાદ થયા હતા

  • દક્ષિણ કોરિયા – 15 ઓગસ્ટ 1945 ના રોજ આઝાદ થયો હતો
  • બહરિન – 15 ઓગસ્ટ 1971 ના રોજ આઝાદ થયો હતો.
  • કાંગો – 15 ઓગસ્ટ 1960 ના રોજ આઝાદ થયો હતો

અરબિંદો ઘોષનો જન્મદિવસ

મહર્ષિ અરબિંદો ઘોષનો જન્મ 15 ઓગસ્ટ 1872 માં થયો હતો, જેમણે બ્રિટીશ રાજથી ભારતની સ્વતંત્રતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code