1. Home
  2. revoinews
  3. જાણો રફાલને ભારત કોણ લાવી રહ્યું છે? કાશ્મીર અને રફાલનું કનેક્શન..
જાણો રફાલને ભારત કોણ લાવી રહ્યું છે? કાશ્મીર અને રફાલનું કનેક્શન..

જાણો રફાલને ભારત કોણ લાવી રહ્યું છે? કાશ્મીર અને રફાલનું કનેક્શન..

0

દેવાંશી

અમદાવાદ:  તો આખરે એ દિવસ આવી ગયો જે ભારત માટે ગૌરવજનક છે અને ભારતના દુશ્મન દેશો માટે કાળ.. વાત છે લડાકું વિમાન રફાલની જેને ફ્રાન્સની દસોલ્ટ કંપની બનાવી રહી છે અને આજે ભારતને એક સાથે પાંચ રફાલ વિમાન મળ્યા છે. જે રીતે અત્યાર સુધી રફાલ અને તેની તાકાત વિશે જાણકારી મળી તેને જોઈને તો તમારી છાતી ગર્વથી ફૂલી ગઈ હશે પણ હજૂ કેટલીક વાતો એવી પણ છે જેને સાંભળશો તો તમને ભારત દેશની વાયુસેના અને ભારત દેશ પર વધારે ગર્વ થશે.

ફ્રાન્સથી ભારત કોણ લાવી રહ્યું છે રાફેલ ?

વાત છે રાફેલના શ્રેષ્ઠ સારથી હિલાલ અહેમદની..જેમનો જન્મ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં થયો છે અને હિલાલને 17 ડિસેમ્બર, 1988ના રોજ ફાઇટર પાઇલટ તરીકે ભારતીય વાયુસેનામાં કમિશનરનું સ્થાન અપાયું હતું. તેમને દેશ પ્રત્યેની લાગણી અને તેમની હોશીંયારીના કારણે તેમને  1993માં ફ્લાઇટ લેફ્ટનન્ટ, 2004માં વિંગ કમાન્ડર, 2016માં ગ્રુપ કેપ્ટન અને 2019માં એર કોમોડર બન્યા હતા. તેમણે પોતાની ઝડપી ડિલિવરી અને શસ્ત્રોથી સજ્જ ભારતીય શરતો પ્રમાણે વાયુસેનામાં પોતાને સુનિશ્ચિત કર્યા છે. હાલમાં તે ભારતના શ્રેષ્ઠ ફાઇટર પાઇલટઓમાંના એક છે. રાફેલને ઉડાન આપનાર પ્રથમ પાઇલટ વિંગ કમાન્ડર હિલાલ અહમદ સૈનિક સ્કૂલમાંથી ભણ્યા છે.

27 જુલાઇએ ફ્રાન્સથી રવાના થયેલા બહુચર્ચિત પાંચ રાફેલ લડાકુ વિમાનોની પ્રથમ ટુકડી બુધવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ ભારત પહોચી હતી. વિશ્વના સર્વશ્રેષ્ઠ ફાઇટર જેટના આગમનની ખુશીની ક્ષણ સમગ્ર દેશમાં ફેલાયેલી હતી અને ભારતીય સોશ્યલ મીડિયામાંના યુઝર્સએ રાફેલના વિંગ પાયલટ હિલાલ અહમદ રાથેર દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી હતી.

હિલાલ અહેમદ છે રાફેલના પહેલા ફાઈટર પાઈલટ

વિંગ કમાન્ડર હિલાલ પાસે વિવિધ વિમાનોમાં અકસ્માત મુકત 3000 ઉડાનનો રેકોર્ડ છે તથા વાયુસેનાના અનેક મેડલ પ્રાપ્ત કરનાર અને વિશિષ્ટ સેવા ચંદ્રક મેળવનાર પાયલોટ છે. ઓક્ટોબર 2019માં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે શસ્ત્ર પૂજા કરી હતી અને વીડિયો પણ બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો હતો જ્યાં તેઓ હાજરીમાં ગ્રુપ કેપ્ટન આનંદની સાથે રાષ્ટ્ર પૂજાની તૈયારી કરી રહ્યા હતા.

રાફેલના આવવાથી દેશની સુરક્ષામાં અનેક ગણો વધારો

રાફેલને ફ્રાન્સથી ભારત લાવવા માટે એર કમાન્ડર હિલાલ અહેમદની આગેવાનીમાં પાઇલોટ્સનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. ત્યારે આ માહિતી તેમના વતન કાશ્મીર પહોંચતાંની સાથે જ લોકોએ ઉજવણી શરૂ કરી દીધી હતી. તેમજ હિલાલ પર સમગ્ર દેશ હાલ ગર્વ અનુભવી રહ્યો છે ત્યારે હિલાલએ પણ જણાવ્યું હતું કે ભારતદેશની સામે દુશ્મની કરતા પહેલા દુશ્મને 100 વાર વિચારવું પડશે. ત્યારે રાફેલ દેશની ઘરતી પર આવતા દેશની સુરક્ષામાં અનેક ગણો વધારો થયો છે.

ભારતીય વાયુસેના પાયલટ અને કાશ્મીરી હિલાલ અહેમદ ભારત દેશની શાન છે અને દેશ વિરોધી લોકોના મોઢા પર તમાચો છે. ભારત દેશના કોઈ પણ નાગરિકને ગર્વ થશે જ્યારે ભારત દેશ માટે કોઈ કાશ્મીરી આગળ આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.