1. Home
  2. revoinews
  3. બીજા તબક્કામાં 1644 ઉમેદવારો ઉતર્યા ચૂંટણી મેદાનમાં, જાણો કેટલા ગરીબ-કેટલા કરોડપતિ
બીજા તબક્કામાં 1644 ઉમેદવારો ઉતર્યા ચૂંટણી મેદાનમાં, જાણો કેટલા ગરીબ-કેટલા કરોડપતિ

બીજા તબક્કામાં 1644 ઉમેદવારો ઉતર્યા ચૂંટણી મેદાનમાં, જાણો કેટલા ગરીબ-કેટલા કરોડપતિ

0
Social Share

લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના રોજ થવાનું છે. આજે એટલે કે મંગળવારે પ્રચાર પૂરો થઈ ગયો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે બીજા તબક્કામાં 13 રાજ્યોની 97 સીટ્સ માટે 1644 ઉમેદવાર મેદાનમાં છે. એડીઆરએ 1590 ઉમેદવારોના એફિડેવિટની તપાસ કરી છે. તેમાંથી 251 ઉમેદવારો પર ગુનાઇત મામલાઓ નોંધાયેલા છે. 167 ઉમેદવારો પર ગંભીર ગુનાઈત મામલાઓ નોંધાયેલા છે. આ 97 સીટ્સમાંથી 41 સીટ્સ એવી છે, જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. રેડ એલર્ટ એટલે તે સીટ્સ જ્યાં 3થી વધુ ઉમેદવારોએ પોતાના ઉપર ગુનાઈત મામલાઓની જાહેરાત કરી છે. 423 ઉમેદવારો કરોડપતિ છે. બીજા તબક્કામાં સૌથી વધુ ગુનાઈત મામલાઓવાળા 46% ઉમેદવારો તમિલનાડુની ડીએમકે પાર્ટીમાં છે. ત્યારબાદ 43% કોંગ્રેસ અને 36% એસએચએસમાં છે. આ તબક્કામાં 888 ઉમેદવારો અપક્ષના છે.

સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો કોંગ્રેસના છે. કોંગ્રેસના 53 ઉમેદવારોમાંથી 46, ભાજપના 51 ઉમેદવારોમાંથી 45 ઉમેદવાર કરોડપતિ છે. જોકે, બીજા તબક્કામાં સૌથી ધનવાન તમિલનાડુની કન્યાકુમારી સીટના કોંગ્રેસ ઉમેદવાર વસંત કુમાર એચ છે. તેમની કુલ સંપત્તિ 417 કરોડથી વધુ છે. જ્યારે બીજા તબક્કામાં 16 એવા ઉમેદવારો છે, જેમની પાસે કોઈ સંપત્તિ નથી. સૌથી ગરીબ ઉમેદવાર મહારાષ્ટ્રની સોલાપુર સીટના હિંદુસ્તાન જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીવેંકટેશ્વર મહાસ્વામીજી છે. તેમની પાસે કોઈ સંપત્તિ નથી. ફક્ત 9 રૂપિયા છે. 201 ઉમેદવારોએ પોતાના પાનની જાણકારી આપી નથી. 919 ઉમેદવારોએ પોતાના ઇન્કમટેક્સની જાણકારી આપી નથી.

સૌથી વધુ આપરાધિક મામલાઓ વાળા ઇમેદવાર

ડીએમકે: 24 ઉમેદવારોમાંથી 11(46%), ગંભીર અપરાધવાળા 7 (29%)

કોંગ્રેસ: 53 ઉમેદવારોમાંથી 23 (43%), ગંભીર અપરાધવાળા 17 (32%)

ભાજપ: 51 ઉમેદવારોમાંથી 16 (31%), ગંભીર અપરાધવાળા 10 (20%)

સૌથી વધુ કરોડપતિ ઉમેદવાર

આરપીઆઇ, આરજેડી સહિત 20 પક્ષોના તમામ ઉમેદવાર કરોડપતિ (100%)

બીજા તબક્કાના ધનવાન ઉમેદવાર

વસંતકુમાર એચ: તમિલનાડુની કન્યાકુમારી સીટના કોંગ્રેસ ઉમેદવાર, કુલ સંપત્તિ 417 કરોડથી વધુ

ઉદય સિંહ: બિહારની પૂર્ણિયા સીટના કોંગ્રેસ ઉમેદવાર, સંપત્તિ 341 કરોડથી વધુ

ડીકે સુરેશ: કર્ણાટકની બેંગલુરૂ ગ્રામ્ય સીટના કોંગ્રેસ ઉમેદવાર, કુલ સંપત્તિ 338 કરોડથી વધુ.

સંપત્તિ વગરના ઉમેદવાર

શ્રીવેંકટેશ્વર મહાસ્વામીજી: મહારાષ્ટ્રની સોલાપુર સીટના હિંદુસ્તાન જનતા પાર્ટીના ઉમેદવાર, કોઈ સંપત્તિ નથી, ફક્ત 9 રૂપિયા તેમની પાસે છે.

રાજેશ પી: તમિલનાડુની મયિલાદુથુરઈ સીટથી અપક્ષના ઉમેદવાર, કોઈ સંપત્તિ નથી, ફક્ત 100 રૂપિયા તેમની પાસે છે.

રાજા એન: તમિલનાડુની મયિલાદુથુરઈ સીટથી અપક્ષના ઉમેદવાર, કોઈ સંપત્તિ નથી, ફક્ત 100 રૂપિયા તેમની પાસે છે.

બીજા તબક્કાના ઉમેદવારોનું શિક્ષણ

અશિક્ષિત: 26

શિક્ષિત: 35

5મું પાસ: 75

8મું પાસ: 150

10મું પાસ: 249

12મું પાસ: 223

ગ્રેજ્યુએટ: 244

ગ્રેજ્યુએટ પ્રોફેશનલ: 221

પોસ્ટ ગ્રેજ્યુએટ: 262

ડોક્ટરેટ: 29

અન્ય: 67

કેટલી ઉંમરના કેટલા ઉમેદવાર

ઉંમર      ઉમેદવાર

25-30: 123

31-40: 402

41-50: 488

51-60: 317

61-70: 204

71-80: 42

81-100: 7

જાણકારી નથી આપી: 06

મહિલા-પુરુષ ઉમેદવાર

પુરુષ: 1470

મહિલા: 120

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code