ઈન્દિરા ગાંઘી પર બનનારી ફિલ્મ ‘ઈમરજન્સી’માં કંગના લીડ રોલ પ્લે કરવાની સાથે ડિરેક્ટર પણ બનશે – કહ્યું ,મારાથી બેસ્ટ કોઈ નહી કરી શકે

  • કંગના કરશે ફિલ્મ ઈમરજન્સીનું નિર્દેશન
  • આ ફિલ્મમાં ઈન્દિરા ગાંઘીનો રોલ પણ પ્લે કરશે કંગના

મુંબઈઃ- બોલિવૂડની ક્વિન કંગના રાનૌત આજકાલ તેની નવી ફિલ્મ ‘ઇમર્જન્સી’ ને લઈને ચર્ચામાં છવાઈ છે. તાજેતરમાં, તેણે ઇંસ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં મેક અપ આર્ટિસ્ટ તેનો મેકઅપ કરતો જોવા મળ્યો હતો. આ સાથે કંગનાએ કહ્યું હતું કે ફિલ્મ ‘ઇમર્જન્સી’ ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સાથે જ કંગનાએ કહ્યું છે કે તે આ ફિલ્મનું દિગ્દર્શન પોતે  જ કરવા જઈ રહી છે.

સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપતાં કંગનાએ લખ્યું કે, ‘ફરીથી ડિરેક્ટર બનવું ખૂબ જ સારું લાગી રહ્યું છે. એક વર્ષ ઇમર્જન્સી પર કામ કર્યા પછી, મને સમજાયું છે કે આ ફિલ્મ મારા કરતા વધારે કોઈ  સારુ નિર્દેશિત કરી શકે નહીં. હું શાનદાર લેખક રિતેશ શાહ સાથે આ ફિલ્મ બનાવવા જઇ રહી છું. જેને કારણે મારે મારો આગળનો પ્રોજેક્ટ છોડી દેવો પડશે તો પણ મને વાંધો નહીં. હું તેના માટે સંપૂર્ણ સમર્પિત છું. આ ફિલ્મમાં   ઈન્દિરાના રોલમાં કંગના જોવા મળશે.

ફિલ્મ ઇમરજન્સીનું નિર્દેશ આ અગાઉ સાઈ કબીર દ્વારાકરવામાં આવનાર હતું. તેમણે ‘રિવોલ્વર રાની’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. બીજી તરફ, કંગના માને છે કે આ ફિલ્મનું નિર્દેશન તેના કરતા વધુ  સારી રીતે કોઈ બીજું કરી શકે નહીં, તેથી તેણે આ કામ પોતાના હાથમાં લીધું છે.

ઉલ્લેખનીય છએ કે આ પહેલા કંગનાએ વર્ષ 2019 માં જાતે જ ‘મણિકર્ણિકા’ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. આ ફિલ્મ સ્ક્રીન પર હિટ રહી હતી અને કંગનાએ પણ આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો છે.

 

RELATED ARTICLES

Most Popular