VIP કલ્ચરથી અલગ MPના સીએમ કમલનાથે સરકારી હોસ્પિટલમાં કરાવ્યું ઓપરેશન

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે વીઆઈપી કલ્ચરથી હટીને સરકારી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી છે. કમલનાથે પોતાના જમણા હાથની આંગળીનું ભોપાલની સરકારી હમિદિયા હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે.

સર્જરી પહેલા મુખ્યપ્રધાન કમલનાથે જનતાને અપીલ કરી હતી કે તેઓ સામાન્ય દર્દીની જેમ જ હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર કરાવી રહ્યા છે. માટે કોઈપણ તેમને હોસ્પિટલમાં મળવા માટે આવે નહીં, જેથી હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહેલા અન્ય દર્દીઓને કોઈ અસુવિધા થાય નહીં.

મુખ્યપ્રધાન કમલનાથે હમિદિયા હોસ્પિટલના વખાણ કરતા કહ્યુ છે કે આ ઘણી સારી હોસ્પિટલ છે. હું દેશની કોઈપણ હોસ્પિટલમાં જઈ શકતો હતો. પરંતુ મે સરકારી હમિદિયા હોસ્પિટલને પ્રાથમિકતા આપી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular