- કોરોનાના રામબાણ ઈલાજનો આઈસીએમઆર એ નકાર્યો
- પ્લાઝ્મા થેરાપી પછી પણ જોખમ યથાવત
- આ થેરાપી ઈન્ફેક્શનને નથી રોકી શકતી
અક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, કોરોનાના ગંભીર કેસોમાં પ્લાઝ્મા થેરપી આપ્યા બાદ પણ મોતનું જોખમ યથાવત રહે છે, આ ઉપરાંત ઈન્ફએક્શન ફેલાતું પણ અટકતું નથી, સ્ટડી માટે પ્લાઝ્મા થેરપીના આ પરિક્ષણને ‘પ્લાસિડ ટ્રાયલ’નું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટડીના પરિણામ પ્રીપ્રિંટ સર્વર મેડરિક્સમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
22 અપ્રિલ થી લઈની ને 14 જુલાઈ વચ્ચે 39 સ્થળો પર પ્લાસિટ ટ્રાયલ કરવામાં આવ્યું હતું જેમાં કુલ 1210 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, આ ટ્રાયલમાં જે દર્દીઓનનો ઈલાજ માત્ર કોરોના વાયરસ માટે આપવામાં આવેલી દવાઓથી કરવામાં આવ્યો હતો તેની સરખામણી પ્લાઝ્મા થેરાપીની સારવાર લેનારા દર્દીઓ સાથે કરવામાં આવી હતી.
આ પરિક્ષણ માટે પ્લાઝમાં ડોનર આપનારા પિરિષો 94.3 ટકા હતા, જેમની સરેરાશ વય 34 વર્ષ આસપાસ હતી. આ પ્લાઝ્મા એ દાતાઓ પાસેથી લેવામાં આવ્યું હતું જે લોકોને કોરોના વાયરસથી સાજા થયાના 41 દિવસ થયા હોય . જે દર્દીઓએ પ્લાઝ્મા થેરપી કરાવી હતી તે લોકોમાં ઠંડી લાગવી, ઉબકા આવવા, ચક્કર અને દુખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા. મોટાભાગના દર્દીઓમાં તાવ અને ધબકારા વધવા જેવી ફરિયાદો મળી જોવા હતી.
આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, પરિક્ષણમાં 79 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. પ્લાઝ્મા થેરપીની અસર દર્દીની ઉંમર, રોગની તીવ્રતા અને પ્લાઝ્મા દાતાની વય પર પણ મોટા પ્રમાણમાં આધાર રાખે છે. કોરોનાથી સાજા થતાં દર્દીઓને પ્લાઝ્મા દાન કરવા પ્રેરીત કરવામાં આવે છે. મોટાભાગના દાતાઓ નાની વયના આવતા હોય છે.
આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાથી સ્વસ્થ થયેલા યુવાનોના પ્લાઝ્મા હળવા અથવા ગંભીર લક્ષણોવાળા દર્દીઓને લાભ નથી આપી રહ્યા. ઉલ્લેખનીય છએ કે, પ્લાઝ્મા થેરેપીને ભારત સહિત ઘણા દેશોમાં અસરકારક સારવારતરીકે જોવામાં આવી રહી છે. ઇમરજન્સી ઉપયોગ હેઠળ ભારતમાં પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી રહી છે.
આ અભ્યાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ,આજ સુધી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોરોના દર્દીઓના જીવનને પ્લાઝ્મા થેરાપી દ્વારા બચાવી શકાય છે. પ્લાઝ્મા પહેલી રજૂઆત ભારતમાં દિલ્હીમાં કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પણ પ્લાઝ્મા બેંકની સુવિધા શરૂ કરવામાં આવી છે.
સાહીન-