ફરહાન અખ્તરમી અપકમિંગ ફિલ્મ ‘તૂફાન’ રિલીઝ પહેલા જ વિવાદમાં- સોશિયલ મીડિયા પર બોયકોટની માંગ,જાણો કારણ

  • ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’  વિવાદમાં
  • સોશિયલ મીડિયા પર ફિલ્મ બોયકોટ કરવાની માંગ

 

મુંબઈઃ-બોલિવૂડમાં અનેક ફિલ્મો એવી જોવા મળે છે જે વિવાદમાં સપડાઈ હોય, કોઈ પણ ફિલ્મમાં જો દેશ કે ઘર્મની સંસ્કૃતિનું અપમાન થાય તેવી કોઈ પણ શક્યતાઓ રહેલી હોય તો લોકો દ્વારા તેનો વિરોધ કરીને તેના બહિષ્કારની માંગ  કરવામાં આવે છે.ત્યારે હવે અભિનેતના ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ તૂફાનને લઈને વિરોધ નોંધાયો છે.

ફરહાન અખ્તરની ફિલ્મ ‘તુફાન’ હજુ તો રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં સપડાઈ છે, આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ સોશિયલ મીડિયા પણ તેને બોયકોટ કરવાની માંગ ઉઠવા પામી છે,આ ફિલ્મને અનેક લોકો  સંસ્કૃતિની વિરુધ્ધ ગણાવી રહ્યા છે અને પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા છે.

આ ફિલ્મમાં ફરહાન સાથે મૃણાલ ઠાકર પણ જોવા મળે છે. આ ફિલ્મ 16 મી જુલાઈએ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રીલિઝ થવાની છે. આ ફિલ્મ આ પહેલા  વર્ષ 2020 ના ઓક્ટોબરમાં અને ત્યાર બાદ મે 2021 માં રિલીઝ થવાની હતી, પરંતુ અનેક સ્થિતિને ધ્યાનમાં લેતા મુલતવી રાખવામાં આવી હતી. ફિલ્મના નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરા છે, ત્યારે ફાઈનલી આ ફિલ્મ હવે 16 જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે પરંતુ રિલીઝ પહેલા જ ફિલમ ચર્ચામાં આવી છે.

ફરહાન ‘તૂફાન’ના નિર્માતામાંના એક છે. આ ફિલ્મ એક બોક્સરની વાર્તા પર આઘારિત છે. ફરહાન અખ્તર રાષ્ટ્રીય કક્ષાના બોક્સરની ભૂમિકા ભજવશે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરી રહ્યા છે.

આ મામલે એક યુઝરે લખ્યું છે, લવ જેહાદને પ્રોત્સાહન આપતી દરેક ફિલ્મનો બહિષ્કાર અને હિન્દુ ફોબિક છે.તો એક બીજા એક યુઝરે લખ્યું છે, તોફાનનો બહિષ્કાર કરો.

 

આ સાથે જ  અનેક લોકો ટ્વિટ કરીને આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

અનેક યૂઝર્સએ ફિલ્મને લઈને કેટલીક વાતે વિરોધ નોંધાવ્યો છે,

https://twitter.com/An_Unknowngirl/status/1413805708219346944?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1413805708219346944%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fentertainment%2F

આ ફિલ્મમાં ફરહાન એક બોક્સરની ભૂમિકામાં છે અને પરેશ રાવલ તેનો કોચ છે. અન્ડરવર્લ્ડની વાર્તા પણ ફિલ્મમાં બતાવવામાં આવી છે. મૃણાલ ઠાકુર ફરહાનની સામે જોવા મળે છે. આ મુંબઈના ઝૂંપડપટ્ટીની વાર્તા છે જેમાં ફરહાન અખ્તર પાસે અન્ડરવર્લ્ડ અથવા બોક્સિંગ વચ્ચેનો માર્ગ પસંદ કરવાનો વિકલ્પ છે.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular