‘ચાઈનિઝ પકોડા’ – મન્ચુરિયન જેવો જ યમ્મી ટેસ્ટ, વેજીસથી ભરપુર, બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ
સાહીન મુલતાની-
સામગ્રી
- 2 કપ – મેંદો
- 1 કપ – કોર્ન ફ્લોર
- 3 નંગ – બાફેલા બટાકા ( તદ્દન કરોના કરીને ક્રશ કરી લેવા)
- 2 કપ – બાફેલા નૂડલ્સ (બાફીને ઠંડા પાણીથી ઘોઈને કોરા કરેલા)
- 2 કપ – કોબી (જીણું ખુરચેલું)
- 1 કપ – ગાજર ( જીણું ખુરચેલું)
- અડઘો કપ – શિમલા મરચા જીણા સમારેલા
- 3 ચમમી – લીલા તીખા મરચા જીણા કતરેલા
- 2 ચમચી – આદુ જીણું કતરેલું
- 2 ચમચી – લસણ જીણું કતરેલું
- 2 ચમચી – લીલા ઘાણા જીણા સમારેલા
- 1 ચમચી – સોયા સોસ
- 2 ચમચી – ગ્રીન ચીલી સોસ
- 2 ચમચી – રેડ ચીલી સોસ
- અડધી ચમચી – આજીનો મોટો ( ઓપ્શનલ છે)
- અડધી ચમચી – મરી પાવડર
- અડધી ચમચી – આખું જીરું
- જરુર પ્રમાણે – રેડ ચાઈનિઝ કલર
- મીઠૂં – સ્વાદ પ્રમાણે
- તેલ – તળવા માટે
ચાઈનિઝ પકોડા બનાવવાની રીત – સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ક્રશ કરેલા બટાકા અને બાફેલા નૂડલ્સને બરાબર હાથ વડે નૂડલ્સ તુટીને કટકા થઈ જાય તે રીતે ભેળવી દો. હેવ તેમાં મેંદો, કોર્ન ફ્લોર, કોબીજ , ગાજર, શિમલા મરચા , લીલા તીખા મરચા, આદુ, લસણ,લીલા ઘાણા, સોયાસોસ , ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ , આજીનો મોટો , મરી પાવડર, જીરુ, રેડ ચાઈનિઝ કલર અને સ્વાદ પ્રમાણે મીઠૂં એડ કરીને હાથ વડે બરાબર આ મિશ્રણમાં એકબીજામાં શાકભાજી ભળી જાય તે રીતે તૈયાર કરીલો,ધ્યાન રાખજો કોબીજ અને ગાજરમાંમ પાણી હોવાથી તે જ પાણીમાં આ મિશ્રણ ભળી જશે,તેથી વધારાનું પાણી નાખવું નહી.
હવે જો આ મિશ્રણના વડા તૈયાર થાય તે રીતે હોય તો વાંધો નહી અને થોડૂ નરમ જણાય તો તેમાં મેંદો અને કોર્નફ્લોર જરુર પ્રમાણે એડ કરી શકો છો, હવે આ મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવી લો, એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, તેલ બરાબર ગરમ થાય એટલે નાના-નાના બોલ ઘીમા તાપ પર તળી લો જેથી અંદરથી બોલ કાચા ન રહે. અને ધ્યાન રાખવું એક વાર તેલમાં બોલ નાખ્યા બાદ થોડી વાર પછી જ તેને ચમચા વડે ફેરવવા .નહી તો તરફ ફેરવશો તો બોલ ચોટી જશે અથવા છૂટા પડવાની શક્યતાઓ છે.
હવે આ પકોડાને તમે સોસ વગર ખાઈ શકો છો,તદ્દન મન્યુરિયન ખાતા હોવ તેવો જ ટેસ્ટ આવશે .